- રાજકોટમાં 8 મહિનાનો બાળક હતો કોરોના પોઝિટિવ
- આ બાળકે માત્ર 5 જ દિવસમાં કોરોનાને આપી માત
- ડોક્ટર સહિતના સ્ટાફમાં ખુશીની લહેર જોવા મળી
રાજકોટ: કોરોનાની બીજી લહેરમાં વૃધ્ધો સાથે યુવાઓ અને નાના બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાલ નાના બાળકોમાં કોરોના વાઈરસ જોવા મળ્યો છે. જેને લઇને આરોગ્ય તંત્ર ખૂબ જ ચિંતિત છે. તેવામાં રાજકોટમાં એક 8 મહિનાના બાળકે માત્ર 5 જ દિવસમાં કોરોનાને માત આપી છે. જેને લઇને આ બાળકના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. 8 મહિનાના બાળકની માતા તેમજ દાદી પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ આ બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે બાળકે 5 દિવસમાં કોરોનાને હરાવ્યો છે.
આ પણ વાંચો: મહીસાગરમાં 67 વર્ષના સિનિયર સિટીઝને કોરોનાને હરાવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
8 મહિનાના બાળકને થયો હતો કોરોના
રાજકોટના રવિ ભરડવા નામના યુવાનની પત્ની અને માતાને 11 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજા દિવસે 12 એપ્રિલના રોજ 8 માસના પુત્ર મંત્રને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. જેને લઈને ભરડવા પરિવાર વધુ ચિંતામાં મુકાઇ ગયો હતો. પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા સભ્યો મૂંઝવણમાં મુકાયા હતા અને ક્યાં જવું અને ક્યાં જવું, ત્યારબાદ આ બાળકને તેની માતા સાથે રાજકોટની યાજ્ઞિક રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાળક અને માતાને કોરોનાની અસર વધારે હોવાના કારણે માત્ર બાળકને એકલો જ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 5 દિવસની સારવારથી આ બાળકે કોરોનાને માત આપી છે.
આ પણ વાંચો: નવસારી જિલ્લાની ચોથી યોદ્ધા પ્રિયંકા પટેલે કોરોનાને હરાવ્યો
માતા અને દાદી પણ થયા હતા કોરોનાથી સંક્રમિત
8 મહિનાના બાળકની સાથે તેની માતાને પણ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકને માતાના ચેપના કારણે કોરોનાની અસર વધુ અસર ન થાય તેથી હોસ્પિટલ તંત્ર દ્વારા તેને એકલો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પરિવારએ મંજૂરી આપી હતી. તે દરમિયાન 5 દિવસની સારવાર બાદ માતા અને બાળક બન્નેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હાલ આ બાળકના દાદી કોરોના સંક્રમિત હોવાથી તેમની સારવાર શરૂ છે પરંતુ રાજકોટમાં 8 મહિનાના બાળકે કોરોનાને હરાવતા ડોક્ટર સહિતના સ્ટાફમાં ખુશીની લહેર જોવા મળી હતી.