ETV Bharat / city

અમેરિકાની સંસ્થાઓએ લંબાવ્યો મદદનો હાથ, 250 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા - Corona cases in Bardoli

અમેરિકાના ડલાસ ફોટવર્થ લેઉવા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન મેકર યુનિટ દક્ષિણ ગુજરાતના ગામડાઓ માટે મોકલવામાં આવ્યાં છે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બારડોલી આવતાં ગામડાના પ્રતિનિધિને વિતરણ કરવામાં આવ્યાં હતાં. હાલ 100 જેટલા કોન્સન્ટ્રેટર વિતરિત કરવામાં આવ્યાં છે. જ્યારે વધુ 150 કોન્સન્ટ્રેટર આગામી અઠવાડિયે આવી પહોંચશે.

અમેરિકાની સંસ્થાઓએ લંબાવ્યો મદદનો હાથ, 250 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા

author img

By

Published : May 26, 2021, 5:41 PM IST

  • અમેરિકાથી 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આવી પહોંચ્યાં
  • બાકીના 150 આગામી અઠવાડિયે આવશે
  • દક્ષિણ ગુજરાતના ગામડાઓના પ્રતિનિધિઓને વિતરિત કરાયાં

બારડોલી : વર્તમાન કોરોનાકાળમાં દર્દીઓ માટે હાલ ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે સુરત જિલ્લા માટે આ વિસ્તારના અમેરિકામાં સ્થાયી થયેલા લોકો દ્વારા વતનનું ઋણ અદા કરવામાં આવી રહ્યું છે. અમેરિકા સ્થિત Dallas USA ડલાસ ફોટવર્થ લેઉવા પાટીદાર સમાજ તેમજ ઓમકાર સત્સંગ મંડળના સહયોગથી હાલ 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવામાં આવ્યા છે. જેનું આજે વિવિધ ગામડાઓના પ્રતિનિધિઓ તેમજ સેવા ભાવિ સંસ્થાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્ય કરાયું હતું.

100 જેટલા કોન્સન્ટ્રેટર વિતરિત કરવામાં આવ્યાં
4થી 5 લીટર ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ જે દર્દીઓને 4 થી 5 લીટર ઓક્સિજનની જરૂર પડી શકે તે દર્દી માટે આ ઓક્સિજન યુનિટ આશીર્વાદ સમાન સાબિત થશે. દાતાઓ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવતા પંથકમાં ઓક્સિજનની આપતકાલીન સમયે એ કામ આવી શકે છે. હાલ 100 જેટલા આવા યુનિટની સુવિધા કરાઈ છે.આગામી દિવસોમાં વધુ 150 કોન્સન્ટ્રેટર બારડોલી આવી પહોંચશે.

આ પણ વાંચોઃ આ દેશમાં દર 6 મહિને કોરોના ફેઝ આવશે તો એ રીતે તૈયારી કરો- ગુજરાત હાઇકોર્ટ

આ જિલ્લાઓમાં આપાવામાં આવ્યા કોન્સન્ટ્રેટર

આ ઓક્સિજન મશીન બારડોલી ઉપરાંત સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાનાના ગામોમાં આપવામાં આવનાર છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ કામગીરી સરાહનીય છે. કોરોના સામે લડતમાં હવે તંત્રની સાથે વિવિધ સમાજો અને સંસ્થાઓ વિદેશમાં રહીને પોતાના વતનમાં આવી પડેલી આફતમાં મદદરૂપ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Cyclone Yaas Live: ઓડિશાના દરિયાકાંઠે ટકરાતાની સાથે જ નબળુ પડ્યૂ યાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.