ETV Bharat / city

આ શહેરમાં પાણી કાઢી નાખશે લોકોનું તેલ, 15 લાખ લોકોને થશે અસર - Water Line in Surat

સુરતમાં પાણી માટે લોકો રસ્તા પર (Water Problem in Surat) ઉતરી આવ્યા છે. સુરતના અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોન સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘરે નહીં આવવાની (Althan Water Line Leakage) સમસ્યા ચાલુ થતા લોકોમાં રોષ ફેલાયો છે.

આ શહેરમાં પાણી કાઢી નાખશે લોકોનું તેલ, 15 લાખ લોકોને થશે અસર

author img

By

Published : Jun 9, 2022, 1:04 PM IST

સુરત : સુરતના અલથાણ વિસ્તારમાં પાણીની લાઈનમાં (Water Problem in Surat) ભંગાણ સર્જાયું છે. પાલિકાએ ભંગાણ રીપેર કરવા માટે રાઉન્ડ ધ કલોક કામગીરી શરૂ કરી છે. પરંતુ, ખુબ મોટાપાયે ભંગાણ સર્જાયું હોવાથી સોમવારે અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાં (Althan Water Line Leakage) પાણી મળવાની શક્યતા નહિવત છે. તો બીજી તરફ લોકોના ઘરે પાણી ન આવતા રસ્તા પર પાણી ભરવા માટે લોકો ઉમટ્યા હતા.

સુરતમાં પાણી માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા

આ પણ વાંચો : ભાવનગરમાં મેઘરાજાએ પુરાવી હાજરી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાણીની લાઈન લીકેજ - સુરતના સરથાણા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના વિવિધ વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતી ટ્રાન્સમિશન લાઈનમાં અલથાણ વિસ્તારમાં ભંગાણ સર્જાયું છે. રવિવારે મળસ્કે આ ઘટના સર્જાયા બાદ પાલિકાએ તાકીદના ધોરણે પાણીની (Water Line in Surat) લાઈન ખાલી કરી રીપેરીંગ કામ હાથ પર લીધું છે. અલથાણ જળ વિતરણ મથકમાં કેમ્પસમાં 1000 એમએમની પાણીની લાઈન લીકેજ થઈ છે. સૌથી વધુ અસર અઠવા ઝોન વિસ્તારમાં અને ત્યાર બાદ સેન્ટ્રલ અને ઉધના વિસ્તારના લોકોને થશે.

આ પણ વાંચો : Banaskantha water problem: સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચે છે ક્યાં, અહીં જઇને જૂઓ શી હાલત છે

યુધ્ધના ધોરણે રીપેરીંગ કાર્ય શરુ - પાલિકાના હાઇડ્રોલિક વિભાગ (Surat Hydraulic Division) દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે વહેલી સવાર સુધી રીપેરીંગ કામ ચાલે તેવી શક્યતા છે. જેના કારણે સરથાણાથી ખટોદરા થઈ અલથાણ, વેસુ અને કોટ વિસ્તાર તેમજ ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યા રહેશે. સ્વાભાવિક છે કે અચાનક પાણીની લાઈન લીકેજ થતાં લોકોને પાણીને લઈ મુશ્કેલી સર્જાય છે. ત્યારે આ સમસ્યા ઉદભવતા અંદાજે 15 લાખ લોકોના ઘરમાં પાણીને લઈને મારામારી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.