સુરત 14 સપ્ટેમ્બરને રાજભાષા દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે આ વર્ષે સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અખિલ ભારતીય રાજભાષા સંમેલન (akhil bhartiya rajbhasha sammelan) કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બે દિવસ અલગ સેસન યોજાશે. આ કાર્યક્રમમાં અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે, આવનાર દિવસમાં વિદ્યાર્થીઓ હિન્દીમાં મેડિકલ, વિજ્ઞાન અને તકનીકનું ભણતર કરી શકશે. બે વર્ષની અંદર તમે કેટલાક બદલાવ જોશો અને નવા નવા નિર્ણયો પણ જોશો. (Akhil bhartiya rajbhasha in Surat)
રાષ્ટ્રભાષાને આગળ લાવવા લડત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, હિન્દી પ્રેમીઓને હિન્દી દિવસની શુભકામનાઓ આપું છું. 25 વર્ષની અંદર આપણો દેશ કોઈપણ ભાષાની લઘુગ્રંથી ના પીડાય દરેક ભાષાને સન્માન સ્તર પર આપવામાં આવે. દુનિયાભરના હિન્દી પ્રેમીઓને કહેવા માગું છું કે, રાષ્ટ્રભાષાને આગળ લાવવા માટેની લડતમાં અમે પાછળ નથી. અત્યાર સુધી આ લડતને આગળ લાવવાનીને હિન્દીના આ સંમેલન માટે સુરતનું ચયન બે કારણોથી કરવામાં આવ્યું હતું. એક કારણ એ હતું કે સુરત કવિ વીર નર્મદની નગરી છે. તેઓએ તમામ ગુજરાતીઓને ગરવી ગુજરાતની વાત મૂકી અને અંગ્રેજો સામે લડત આપી અને કહ્યું કે તમામ કાર્ય હિન્દીમાં થવા જોઈએ. બીજું કારણ એ છે કે સુરત ઉર્જાની ભૂમિ છે. અહીં ઉત્સાહ છે.
ભાષાની લઘુગ્રંથી વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, સુરત મનોરથની ભૂમિ છે. PM મોદી રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે લાવ્યા છે તેમનું બારીકાઈથી અધ્યયન કરવું જરૂરી છે. તેઓએ તેના પર ભાર આપયો છે. પ્રાથમિક શિક્ષા અને આગળની શિક્ષામાં સ્વભાષાનું ઉપયોગ થાય. વિજ્ઞાન અને તકનીકની ભાષામાં સ્વાભાષમાં રૂપાંતરિત કરી અને ઉપયોગ થાય એ શિક્ષા નીતિમાં જોવા મળશે. સ્થાનિક ભાષા અને હિન્દી મૂળ છે. સ્થાનિક ભાષા અને હિન્દી ભાષા મળી જે લઘુગ્રંથી છે.(Hindi language Celebration in Surat)
બાળકો સાથે સ્વભાષામાં વાત કરો દેશના યુવાનોને કહેવા માગું છું કે, ભાષા ક્ષમતાની અભિવ્યક્તિ નથી ક્ષમતા તમારી અંદર છે. પોતાની સ્વભાષાને સ્વીકારો અને પોતાની ભાષાથી મૌલિક ચિંતન કરી વાત સમાજ સામે રાખો. PM મોદીએ વિશ્વમાં જ્યાં પણ મંચ મળ્યું ત્યાં હિન્દીમાં વાત મૂકી અંગ્રેજી બોલનાર લોકો કરતા પણ કોઈ વજનથી મૂકી હોય તો તેઓએ મૂકી. હું વાલીઓને પણ કહેવા માગું છે કે, મારા કહેવા પાર આપ શિક્ષાનું માધ્યમ બદલશો નહીં પરંતુ ઘરે બાળકો સાથે સ્વભાષામાં વાત કરે અને પોતાની ભાષામાં વાત કરે. (14 September Rajbhasha)
ભણતરમાં હિન્દી વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, જ્યાર સુધી બાળકો સ્વાભાષા નહીં શીખે તો તેઓ પોતાની સંસ્કૃતિથી નહીં જોડાશે. હિન્દી નવા દેશ અને દુનિયામાં સ્વીકૃતી આપવી હોય તોને લચીલી બનાવી પડશે તેને માતાનું સ્તર આપવું છે. હિન્દીના શબ્દોને દુનિયા લોકોએ સ્વીકાર કર્યું છે કે મોટું મન રાખી આ હિન્દી શબ્દકોશનો સ્વીકાર કરે. વિજ્ઞાન, મેડિકલ તકનીકનું ભણતર હિન્દીમાં થશે.(Amit Shah speech in Surat)
હિન્દી પ્રેમીઓ લોકો દેશનું ભવિષ્ય બનાવશે આ કાર્યક્રમમાં વિશ્વ સ્તરીય અનુવાદ ટૂલ કંઠસ્થ 2.0નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેણે લઈ અમિત શાહે કહ્યું હતું કે. કેટલાક લોકો કુ પ્રચાર કરે છે કે તેલગુ અને હિન્દી સ્પર્ધક છે, ગુજરાતી અને હિન્દી સ્પર્ધક છે, પરંતુ હિન્દી આ તમામ ભાષાની સખી છે. જો હું ગુજરાતી માધ્યમની શાળામાં નહિ ભણેલો હોત તો કદાચ હિન્દી ન આવડતી હોત. હું અગાઉ માત્ર એક રાજ્યમાં કાર્યકર્તા હતો, પરંતુ રાષ્ટ્રીય કક્ષા સુધી ગયો. હિન્દીના કારણે જ મારી વાત સારી રીતે કહી શકું છે. હવે હિન્દી પ્રેમીઓ લોકો દેશનું ભવિષ્ય બનાવશે.
હિન્દી ભાષા ગૌરવ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ભૂમિ પર હિન્દી સમારોહ પર લોકોનું સ્વાગત. 7 દશક પહેલા સંવિધાન સર્જકોને હિન્દીને રાજભાષા તરીકે ઓળખ આપી. જેને આજે ઉત્સબ તરીકે અમે ઉજવી રહ્યા. ગુજરાતમાં હિન્દી દિવસ PM મોદીની પ્રેરણાથી ઉજવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી છે. તમામ ભાષા મધુર છે પરંતુ લોકો વધુ આદર સન્માન હિન્દીને આપે છે.(14 september hindi diwas)
હિન્દી સમૃદ્ધિનો પ્રતીકવધુમાં ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતી સાહિત્ય હિન્દી થઈ ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે. હિન્દી ભાષા ગૌરવ અને સમૃદ્ધિનુ પ્રતીક છે. બાળકને આઠમી સુધી પોતાની ભાષામાં અભ્યાસ થવો જોઈએ. આ સાથે જ શિક્ષા અને છાપેલી બધી સામગ્રી પોતાની ભાષામાં હોવી જોઈએ. 20 એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ હિન્દીમાં થશે. MBBSના પ્રથમ સેમેસ્ટરને આગામી દિવસોમાં હિન્દી ભાષામાં ભણાવાશે. Surat Hindi Language Day celebration