સુરત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવેના (Potholes Highway Surat) સર્વિસ રોડ પર ખાડા પડી ગયા છે. જેની સીધી અસર આસપાસ રહેતા સ્થાનિકો પર પડી રહી (Potholes Road in Surat) છે. જેઓ હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સહિત સુરત જિલ્લામાં (Mangroad Highway Surat) લાખો, કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવામાં આવે છે પણ આ રસ્તાઓ એકપણ ચોમાસુ પચાવી શકતા નથી. આ પણ હકીકત છે.
આ પણ વાંચો અલકાયદા સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મળી ગુનાહિત સામગ્રી
તંત્રનું મૌન છેલ્લા લાંબા સમયથી ખાડા પડી ગયા હોવા છતાં આ રસ્તાઓ પર નજર નાખવાનો પણ તંત્ર પાસે કોઈ સમય નથી. જાડી ચામડીના અધિકારીઓને કોઈ પણ પ્રકારનો ફેર જ ન પડતો હોય એવી સ્થિતિ છે. આવી સ્થિતિ સામે લોકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. લોકોએ પોતાના ખર્ચે JCB બોલાવી ખાડો પૂર્યો હતો અને જાતેજ ખાડામાંથી પાણી ઉલેચ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા પાસેથી પસાર થતા હાઈવેના સર્વિસ રોડ પર પણ કમર તૂટી જાયે એવા ખાડા પડી ગયા છે. જેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.