- માતા વગરનું બાળક 19 દિવસ ICU પર સારવાર મેળ્યા બાદ સ્વસ્થ થયું
- 3 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું
- હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા બાળકને મિલ્ક પૂરું પાડવામાં આવતું
- ઈમરજન્સી સિઝેરિયન પ્રસુતિ કરવામાં આવી હતી
સુરત : શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ કોરોના સંક્રમિત માતાનુ મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકને 3 દિવસ વેન્ટિલેટર અને 19 દિવસ ICUમાં બાળકની સારવાર કરી હતી. ડૉક્ટરોની 19 દિવસની મહેનત બાદ નવજાત બાળક સ્વસ્થ થયું હતું જે બાદ તેને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો - નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
નવજાત બાળકને બચાવવા સિઝેરિયન કરવાની જરૂર પડી
માંગરોળની 19 વર્ષીય રુચિ પંચાલ નામની પ્રસૂતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગત 6 મેના રોજ સાંજે 4 કલાકના અરસામાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. રુચિ પંચાલને શ્વાસમાં તકલીફ પડતી હોવાના લીધે ગાયનેક વૉર્ડમાં દાખલ કરીને તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રુચિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. 11 મેના રોજ ગર્ભમાં બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે ગર્ભવતી મહિલા અને નવજાત બાળકને બચાવવા સિઝેરિયન કરવાની જરૂર પડી હતી. સિઝેરિયન પ્રસુતિ હોવાને લીધે એનેસ્થેસિયાનો ઉપયોગ કરી પ્રસુતિ કરવામાં આવી હતી. નવજાત બાળકને જન્મ આપ્યા બાદ માતાનું મોત થયું હતું.
આ પણ વાંચો - સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...
19 દિવસ બાળક ICUમાં રહ્યા બાદ બાળક સ્વસ્થ થયું
નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુજીત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત 11 મે ના રોજ કોરોના સંક્રમિત પ્રસુતિ માતાની સારવાર કરવામાં આવી હતી. તેમની તબિયત ગંભીર હોવાથી ઈમરજન્સી સિઝેરિયન પ્રસુતિ કરવામાં આવી હતી. નવજાત બાળકની ડિલિવરી અધૂરા મહિને થઈ હતી. જન્મેલા નવજાત બાળક કુદરતી રીતે જેવી રીતે શ્વાસ લેવાનો હોય તેવી રીતે લેવી શકતો ન હતો. ડૉક્ટર્સની ટીમ દ્વારા કુત્રિમ સ્વાસ આપવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે ICUમાં કાચની પેટીમાં લઈ આવવામાં આવ્યા હતા. બાળકને 3 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકની માતા કોરોના પોઝિટિવ હોવાથી બાળકનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બાળકોનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. બાળક અધૂરા મહિને જન્મેલું હોવાના કારણે ફેફસા નબળા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જન્મ સમયે બાળક પોતાની રીતે રડી શકતું ન હતું. બાળકને 3 દિવસ વેન્ટિલેટર રાખવામાં આવ્યા બાદ ધીરે-ધીરે તબિયતમાં સુધારો આવતો હતો. બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. બાળકને દવાથી લઇને તમામ સારવાર આપવામાં આવી હતી. બાળકને સિવિલ હોસ્પિટલ હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા બાળકને મિલ્ક પૂરું પાડવામાં આવતું હતું. 19 દિવસ બાળક ICUમાં રહ્યા બાદ બાળક સ્વસ્થ થયું છે.
આ પણ વાંચો -
- પોઝિટિવ પોરબંદર: છાયામાં યુવાનનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યું
- ETV Bharatના અહેવાલે કર્યો ચમત્કાર, 10 પરિવાર ઘરડાંઘરમાંથી સ્વજનને પાછાં લાવ્યાં
- પોઝિટિવ અમદાવાદ: કોરોનામુક્ત થયા બાદ મહિલાએ ક્વોરેન્ટાઈન લોકો માટે શરૂ કરી ટિફિન સેવા
- અધિકારીઓથી ન જોવાયું દુઃખ : રિક્ષામાં આવેલા દર્દીની ગંભીર હાલત જોઇને આપ્યો પ્રવેશ
- રાજકોટ કોવિડ કેર સેન્ટરના સ્ટાફ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે અનોખા પ્રયાસ
- કોરોના સંક્રમિત મિત્રના વ્હારે આવ્યા 25 વર્ષ પહેલાના 5 બેચમેટ્સ, 80 લાખથી વધુનું ભંડોળ ભેગું કર્યું