ETV Bharat / city

સુરત જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ પર વહીવટી તંત્રની ચાંપતી નજર - Oxygen plant

કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દર્દીઓને સમયસર ઓક્સિજનનો પુરવઠો મળતો રહે તે માટે જિલ્લાના એક માત્ર ઓક્સિજન પ્લાન્ટ પર તંત્રએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ જવાનની સાથે સાથે નાયબ મામલતદાર કક્ષાના અધિકારી પણ ઓક્સિજન પુરવઠો સરકારી ગાઈડલાઈન મુજબ આપવામાં આવે તેના પર બાજ નજર રાખીને બેઠા છે.

air
સુરત જિલ્લાના ઓક્સીજન પ્લાન્ટ પર વહીવટી તંત્રની ચાંપતી નજર
author img

By

Published : Apr 25, 2021, 10:02 AM IST

  • પલસાણા ખાતે આવેલો છે ખાનગી ઑક્સિજન પ્લાન્ટ
  • દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઑક્સિજન લેવા અહીં આવે છે
  • સરકારી ગાઈડલાઈન મુજબ આપવામાં આવે છે ઑક્સિજન

બારડોલી : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતમાં કોરોના કાળમાં હાહાકાર મચી ગયો છે. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીજનના અભાવે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સુરત જિલ્લાના પલસાણા ખાતે ઑક્સીજનનું ઉત્પાદન કરતી કંપની દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે ઓક્સીજન સિલિન્ડર રીફિલ કરવામાં આવી રહ્યા છે. અહીં અફરાતફરી ન ફેલાય તે માટે વહીવટી તંત્ર તરફથી નાયબ મામલતદાર કક્ષાના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જ્યારે ઑક્સીજનને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે અહીં ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં દર્દીઓ સુધી સમયસર ઑક્સીજન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

air
સુરત જિલ્લાના ઓક્સીજન પ્લાન્ટ પર વહીવટી તંત્રની ચાંપતી નજર
24 કલાક ઑક્સિજન રિફીલિંગનું કામ ચાલે છે કોરોનાની બીજી વેવ ભારે જીવલેણ સાબિત થઈ રહી છે. દેશના તમામ રાજ્યોમાં કોરોના સંક્રમણના દર્દીઓ વધવાની સાથે હોસ્પિટલોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. દર્દીઓ વધતાં ઓક્સીજનની પણ અછત સર્જાય છે. ઓક્સીજનના અભાવે પણ રોજના અનેક દર્દીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના ડોક્ટરો પણ ઑક્સીજન પુરવઠો ઘટવાથી દર્દીનું મોત થાય તો પોતે જવાબદાર ન હોવાનું લખાણ પણ દર્દીઓના સગા પાસે લઈ રહ્યા છે. આવી કપરી પરિસ્થિતી વચ્ચે સુરત જિલ્લાના પલસાણામાં અક્ષર એર પ્રોડકશન નામની કંપની દર્દીઓને સમયસર ઑક્સીજનનો પુરવઠો મળી રહે તે માટે સતત રાત દિવસ કામ કરી રહી છે.

આ પણ વાંચો : કાનપુરમાં ઓક્સિજનના અભાવે પરમ વીર ચક્ર વિજેતા વીર અબ્દુલ હમીદનો પુત્રનુ મૃત્યું

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે આપવામાં આવે છે ઑક્સિજન

સમગ્ર દક્ષિણ ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં લેટર પેડ પર લખાણના આધારે અહીંથી જ ઑક્સીજનનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે હોમ આયોશોલેશનમાં રહેલા દર્દીઓ માટે ડોક્ટરોના પ્રિસ્ક્રીપશન, RTPCR ટેસ્ટના રિપોર્ટના આધારે ઑક્સીજન પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ પર સતત 24 કલાક મેડિકલ ઑક્સીજન રીફિલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેથી ગંભીર દર્દીઓનો જીવ બચાવી શકાય. આ પ્લાન્ટમાંથી સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાંથી ઑક્સીજન લેવા માટે લોકો આવી રહ્યા છે.

નાઇટ્રોજન અને ઔદ્યોગિક ઑક્સિજનનું ઉત્પાદન બંધ

એટલું જ નહીં આ કંપની દ્વારા સામાન્ય દિવસોમાં નાઇટ્રોજન અને ઔદ્યોગિક ઑક્સીજનનું પણ ઉત્પાદન કરે છે. પરંતુ હાલની કટોકટીની પરિસ્થિતીને લઈ આ ઉત્પાદન બંધ કરી માત્ર ને માત્ર મેડિકલ ઑક્સીજનનું જ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : કોરોના મહામારીમાં ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર પણ રિયલ લાઈફ હિરો

સરકારી અધિકારીઓ પણ ત્રણ પાળીમાં કામ કરે છે

સવારથી ઑક્સીજન લેવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોવાના કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ તમામને સમયસર પુરવઠો મળી રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ત્રણ પાળીમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રતિનિધિ પણ પ્લાન્ટ પર નજર રાખી રહ્યા છે.

800 થી 1000 ઑક્સિજન સિલિન્ડરનું રિફીલિંગ

આ પ્લાન્ટ પર રોજના 800થી 1000 ઑક્સિજન સિલિન્ડરનું રિફીલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 25થી 30 ડ્યુરા સિલિન્ડર પણ રિફિલ થાય છે. સરકાર તરફથી જે ઑક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેનું અહીં ખૂબ સુચારુ રૂપે હોસ્પિટલો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.