ETV Bharat / city

સુરતમાં અધિક પોલીસ કમિશનર અને ધારાસભ્ય કોરોના પોઝિટિવ

સુરત જિલ્લામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. જેમાં ધારાસભ્ય અરવિંદ રાણા અને શહેરના અધિક પોલીસ કમિશનર પી. એ. મલ કોરોના સંક્રમિત થયા હતા.

corona news
corona news
author img

By

Published : Apr 3, 2021, 12:31 PM IST

Updated : Apr 3, 2021, 3:07 PM IST

  • સુરતમાં કોરોના ત્રીજા રાઉન્ડમાં વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે
  • IPSએ સમગ્ર શહેરમાં લોકોને મફત માસ્કનું વિતરણ કર્યુ હતુ
  • અગાઉ મેયર સહિત સાત કોર્પોરેટરો કોરોના સંક્રમિત થયા હતા

સુરત: શહેરમાં કોરોના ત્રીજા રાઉન્ડ વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. શહેરીજનો તો ઠીક પરંતુ સરકારી કર્મચારીઓ અને નેતાઓ પણ વધુ સંક્રમિત બની રહ્યા છે. અગાઉ મેયર સહિત સાત કોર્પોરેટરો કોરોના સંક્રમિત થયા હતા અને હાલ સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા અને અધિક પોલીસ કમિશનર પી. એ. મલ પણ સંક્રમિત થયા છે. IPS સમગ્ર શહેરમાં જાતે રોડ પર ઉતર્યા હતા અને લોકોને મફત માસ્કનું વિતરણ કરી કોરોનાથી બચવા માટે માસ્કની ઉપયોગિતા સમજાવી પણ હતી.

આ પણ વાંચો : જામનગરના મોટી બાણુગારમાં શનિવારથી એક સપ્તાહનું લોકડાઉન

15-16 દિવસના ટૂંકા ગાળામાં જ અત્યાર સુધી 75 કેસો

બીજી બાજુ સુરત પૂર્વનાં ધારાસભ્ય અરવિંદ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરની સલાહ લઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે- ત્રણ દિવસમાં સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરવામાં આવી છે. કોરોનાનાં આતંક વચ્ચે આ વખતે પોલીસ વિભાગમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યાં છે. 15- 16 દિવસના ટૂંકા ગાળામાં જ અત્યાર સુધી 75 કેસો સામે આવતા પોલીસે મેળા માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાથી પોલીસને કેવી રીતે બચાવી તેના ઉપયોગો શોધવા માટે અધિકારીઓ લાગ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ શુક્રવારે કોરોનાના નવા 2,640 કેસ આવ્યા સામે

644 કેસો આવતા તંત્ર પણ મૂંઝવણમાં

શહેરમાં કોરોનાનાં કેસનો આંકડો 51,000 પર પહોંચ્યો છે. શહેર- ગ્રામ્યમાં કોરોનાના કેસમાં એક દિવસના વિરામ બાદ ફરી વધારો નોંધાયો છે. 644 કેસો આવતા તંત્ર પણ મૂંઝવણમાં મૂકાયું છે શહેરમાં શુક્રવારે કોરોનાના કેસોમાં 506 કેસ નોંધાયા હતા.

Last Updated : Apr 3, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.