સુરત SBI બેન્કના ATM સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોઅલ કર્યા હતા. જે બાદ કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદ કરી રકમ રીફંડ કરી લેનાર આંતર રાજ્ય મેવાતી ગેંગના સાગરીતને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch Team) આરોપીની ધરપકડ કરી છે. રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.
કેશ ડિસ્પેનસરને આંગળીઓ વડે પકડી રાખ્યું નવયુગ કોલેજ શિવમ કોમ્પલેક્ષ તથા મોરા ભાગોળ ખાતે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં (ATM of State Bank of India) 04 એપ્રિલ 2022 તથા 05 મે 2022ના રોજ રૂપિયા ઉપાડવા આવનાર શખ્સો ATMમાં જઈ તેની પાસેનું ATM કાર્ડ રીડરમાં નાખી ATM પિન નાખ્યો હતો. ત્યારબાદ ATMમાંથી રૂપિયા કેશ ડિસ્પેન્સરમાં આવે. કેશ ડિસ્પેનસરને આંગળીઓ વડે પકડી (Hold the cash dispenser with fingers) રાખ્યું હતું.
કેશ ડિસ્પેન્સરમાંથી રૂપિયા કાઢી લીધા કેશ ડિસ્પેન્સર સાથે છેડછાડ કરી કેશ ડિસ્પેન્સરમાંથી રૂપિયા કાઢી લેતા (Cash dispenser tampered and money withdrawn) હતા. બાદમાં કેશ ડિસ્પેન્સરને થોડી વાર પકડી રાખી છોડી દેતા હતા. કેશ ડિસ્પેન્સરને પકડી રાખવાથી સીસ્ટમના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામને નુકસાન પહોંચ્યું હતું. બેંકની કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદો કરી કુલ 1.30 લાખની રકમ પણ મેળવી લીધી હતી. આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આંતર રાજ્ય મેવાતી ગેંગના સાગરીતને ઝડપી લેવાયો આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે આંતર રાજ્ય મેવાતી ગેંગના સાગરિતને ઝડપી પાડ્યો છે. પોલીસે કતારગામ કંતારેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા હળપતિવાસ પાસેથી ભંગારનો ધંધો કરતા જુનેદ સમ્મા મિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એટીએમ કાર્ડ, એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 6 હજાર મળી કુલ 11 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાગરીતો સાથે મળી કરતબ અજમાવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી જુનેદ ગત 04 ઓગસ્ટ 2022 તથા 05 ઓગસ્ટ 2022ના રોજ હરિયાણાના મેવાતમાં રહેતા મોહમદ આરીફ ખાન, અનીસ અબ્દુલ રશીદ કુરેશી તથા અસ્લમ અબ્દુલ રશીદ કુરેશી સાથે મળી રાંદેર નવયુગ કોલેજ પાસે તથા મોરા ભાગોળ ખાતે પકડાયેલા આરોપીએ SBI બેન્કના ATM કાળ તથા અન્ય ATM કાર્ડ મારફતે ATM મશીનમાંથી પૈસા વિડ્રોઅલ કર્યા હતા.
મશીન સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોઅલ કર્યા વિડ્રોઅલ દરમિયાન ATM મશીનના કેશ ડિસ્પેનસર મશીનને આંગળીઓ વડે પકડી રાખી ATM મશીન સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોઅલ કર્યા હતા. આ બાદમાં પૈસા બેન્ક એકાઉન્ટમાંથી કપાઈ ગયા (False complaint that money deducted) હોવાની ખોટી ફરિયાદ કરી રિફંડ મેળવ્યું હતું. પોલીસ તપાસમાં રાંદેર પોલીસ મથકમાં (Rander Police Station) નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.