- સુરતના સિંગલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે છેતરપિંડી
- 3.40 લાખ તેમના બેંકના ખાતામાંથી ડેબિટેડ થયા હોવાનો મેસેજ
- પોલીસે રાજસ્થાનના જોધપુરથી આરોપીની કરી ધરપકડ
સુરત : અલથાન ભીમરાડ કેનાલ રોડ ખાતે સેન્ટોસા હાઇટ્સમાં રહેતા 49 વર્ષીય વિરેન્દ્રકુમાર મથુરા પ્રસાદ સિંગલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રીંગરોડ સેન્ટર પોઇન્ટ બિલ્ડીંગમાં તેઓ વીરેન્દ્ર ઍન્ડ તરુણ કંપની ઓફિસ ધરાવે છે. ગત 27 જાન્યુઆરીએ સવારે વિરેન્દ્રકુમાર ઉઠ્યા ત્યારે મોબાઈલ ફોન ચેક કરતા 3.40 લાખ તેમના બેંકના ખાતામાંથી ડેબિટેડ થયા હોવાનો મેસેજ જોઈ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે જોધપુર રાજસ્થાનથી ધરપકડ કરી
આ પહેલા બીજા છ મેસેજ હતા, જેમાં બેંક.ઓફ.બરોડા તરફથી ઓટીપીના મેસેજ આવ્યા હતા. વિરેન્દ્ર તુરંત જ બેંકના કસ્ટમર કેર પર ફોન કરી કમ્પ્લેન કરી નેટબેન્કિંગ બંધ કરાવી દીધું હતું. બેંકમાં જઇ સ્ટેટમેન્ટ કઢાવી તપાસ કરતાં બેંક ઓફ બરોડાની રાજસ્થાનના જોધપુર બ્રાન્ચના નંબર 18720100012151ના ધારક અજય કનૈયાલાલ પરવરના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની જાણ થઇ હતી. CA દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખટોદરા પોલીસે અજય કનૈયાલાલ પવારની જોધપુર રાજસ્થાનથી ધરપકડ કરી હતી.