- UPથી નોકરી માટે સુરત આવેલા યુવકનું મોત
- પોલીસ વાન (Police Van) અને બાઈક વચ્ચે અકસ્માત (Accident) થતા યુવકનું મોત
- વેસુ ચાર રસ્તા (Vesu Char Rasta) વચ્ચે બંને વાહન વચ્ચે થયો હતો અકસ્માત (Accident)
સુરતઃ ઉમરા પોલીસની વાન (Police Van of Umra) વેસી ચાર રસ્તા નજીક જઈ રહી હતી. તે દરમિયાન 17 વર્ષીય અંકિત પટેલ બાઈક લઈને આવી રહ્યો હતો. ત્યારે જ પોલીસની વાન (Police Van) અને બાઈક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો, જેના કારણે અંકિતનું મોત થયું હતું. જાણવા મળ્યું છે કે, આ યુવક ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)થી રોજગારી મેળવવા માટે સુરત આવ્યો હતો. રોજગારી તો ન મળી, પરંતુ યુવકને તેની જગ્યાએ મોત મળ્યું હતું.
આ પણ વાંચો- Accident In Deesa : Elevated bridge પર ટ્રેલરે Laborersને અડફેટે લેતા 1નું મોત, 5 ઇજાગ્રસ્ત
કાકા-કાકી સાથે રહેતા યુવકને કાળ ભરખી ગયો
આ અંગે મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના જોનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. તેને ખબર નહોતી કે અહીં કાળ તેને ભેટી જશે. અંકિત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો. રવિવારે બાઈક લઈ અંકિત નીકળ્યો હતો. તે દરમિયાન વેસુ ચાર રસ્તા નજીક અંકિત ઉમરા પોલીસની વાન સાથે અથડાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં અંકિતના માતા-પિતા ઉતરપ્રદેશ (Uttar Pradesh)થી સુરત આવવા રવાના થયા છે.
આ પણ વાંચો- Accident news : નડીયાદ પાસે ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 1નું મોત, 8ને ઈજા
યુવકને બાઈક બરાબર આવડતી ન હોવાની ચર્ચા
ઉમરા પોલીસ સ્ટેશન (Umra Police Station)ના ઈન્સ્પેક્ટર કે. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તાત્કાલિક અંકિતને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ સારવાર દરમિયાન અંકિતનું મોત થયું હતું. મૃતક અંકિતને બાઈક બરાબર ચલાવતા આવડતી નહતી તેવું જાણવા મળ્યું હતું.