વીર નર્મદ યુનિવર્સિટીમાં ABVP અને AAPની વિદ્યાર્થીપાંખ વચ્ચે ધીંગાણું - એબીવીપી અને સીવાયએસએસ વચ્ચે મારામારી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી Veer Narmad South Gujarat University માં આજે સેનેટ સભ્યોની ચૂંટણીની Election of Senate Members મત ગણતરી યોજાઇ હતી. ત્યારે એબીવીપી અને સીવાયએસએસ વચ્ચે મારામારી ABVP CYSS Clash થતાં યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આ બનાવમાં બે લોકોને ઇજા પણ પહોંચી હતી.
સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી Veer Narmad South Gujarat University માં આજે સેનેટ સભ્યોની ચૂંટણી Election of Senate Members ની મત ગણતરી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ ABVP અને CYSS વચ્ચે મારામારી ABVP CYSS Clash થતા બે લોકોના માથાં ફૂૂટ્યાં હતાં. આ બે જણને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. હાલ ગણતરીને ધ્યાનમાં લેતા આખું યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો યુનિવર્સિટીમાં ખડેપગે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો VNSGUની સેનેટ ચૂંટણીમાં આ વખતે ત્રી પાંખીયો જંગ જોવા મળશે
તાત્કાલિક મામલો થાળે પાડવામાં આવ્યો હતો સૂત્રોની માહિતી અનુસાર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી Veer Narmad South Gujarat University માં આજે સેનેટ સભ્યોની ચૂંટણી Election of Senate Members ની મત ગણતરી ચાલી રહી છે. ત્યારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા જે ઝંડો લહેરાવામાં આવતો હતો તેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ Arvind Kejriwal ને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વચ્ચે કોઈ બાબતે બોલચાલી અને મારામારી ABVP CYSS Clash થઈ હતી. જોકે સ્થળ ઉપર હાજર પોલીસ દ્વારા તાત્કાલિક મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ABVPના કાર્યકરોની દાદાગીરી, અમદાવાદની કોલેજમાં ગુરૂ શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના બની
CYSS અને ABVP આમને સામને વચ્ચે પોલીસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી Veer Narmad South Gujarat University માં આજે સેનેટ સભ્યોની ચૂંટણી Election of Senate Members ની મત ગણતરી ચાલી રહી છે. ત્યારે યુનિવર્સિટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP આમને સામને ABVP CYSS Clash છે ત્યારે વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.