સુરત: 4 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપનો ખેસ (AAP Corporator Joins BJP) ધારણ કરનારા આપના કોર્પોરેટર (AAP Corporator Surat) મનીષા કુકડીયા ભાજપ છોડી AAPમાં જોડાયા છે. મનીષાએ ખૂબ જ મોટા આક્ષેપ ભાજપ પર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટરને મળતી ગ્રાન્ટમાં (Grant To The Corporator)થી 20 ટકા પાર્ટી ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.
AAPના 5 કોર્પોરેટરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો- 1 મહિના 10 દિવસ આમ આદમી પાર્ટીથી ભાજપમાં આવેલા સુરતના વોર્ડ નંબર-5ના મહિલા કોર્પોરેટર (surat ward number 5 corporator) મનીષા કુકડીયા ફરી AAPમાં જોડાઈ ગયા છે. આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં તેઓ ફરીવાર AAPમાં શામેલ થયા છે. 4 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના 5 જેટલા કોર્પોરેટરે ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરી પક્ષ પલટો કર્યો હતો. તેમાંથી વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર મનીષા કુકડીયા પણ હતા. AAPમાં પરત ફરતા તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો: Surat Corporator rejoined AAP : ભાજપમાં પગફેરો કરી સુરત કોર્પોરેટર મનીષા કુકડીયા ફરી આપમાં જોડાઈ ગયાં
ગ્રાન્ટમાંથી 20 ટકા પાર્ટી ફંડમાં આપો- મનીષા કુકડીયાએ જણાવ્યુ કે, ગ્રાન્ટમાંથી 20 ટકા ભાજપમાં પાર્ટી ફંડ (BJP Party Fund) તરીકે આપવાની વાત કરવામાં આવી હતી. ભાજપમાં ગયા બાદ સારા કામો કરવાની ઈચ્છા હતી, પરંતુ ભાજપમાં કંઈક અલગ લાગણી અનુભવી હતી. મને ભાજપે પક્ષમાં જોડાવવા માટે કોઈ પૈસા નથી આપ્યા. હું ભાજપમાં જોડાયા બાદ સંતુષ્ટ નહોતી. લોકો જે પણ કહે મેં કોઈ પૈસા લીધા નથી. મને લાગતું હતું કે, ભાજપમાં જોડાયા પછી હું લોકો માટે જન કાર્ય કરી શકીશ. એટલું જ નહીં ટેન્ડરને લઇને પણ ભ્રષ્ટાચાર (Corruption In Gujarat) કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Surendranagar AAP Tiranga Yatra: પંજાબની જેમ હવે ગુજરાત પણ આ વખતે ચૂંટણીમાં AAPને તક આપશેઃ ઈસુદાન ગઢવી
ભાજપમાં ગયાં પછી રાત્રે ઊંઘ આવતી નહોતી- તેમણે જણાવ્યું કે, મને ભાજપમાં ગયા પછી રાતે ઊંઘ આવતી નહોતી. હું આ માટે રાજકારણ છોડવા માંગતી હતી. પરંતુ મારા પતિએ જણાવ્યું કે, રાજકારણ છોડવા કરતા ફરી આપમાં જોડાઓ. મનીષા દ્વારા કરાયેલા આક્ષેપને લઈ સુરત ભાજપના પ્રવક્તા ડૉ. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, કોઈના કહેવા પર અથવા પરત આપમાં જોડાવા માટે આ આક્ષેપ મનીષા દ્વારા કરવામાં આવેલા છે, જે તદ્દન પાયાવિહોણા છે. AAPથી ભાજપમાં જોડાયેલા તમામ 6 કોર્પોરેટર સામેથી ભાજપમા જોડાયા હતા. ભાજપ સર્વ સમાવેશી પાર્ટી છે. મનીષાએ પણ આપ વિશે ખૂબ જ ખોટું કહ્યું છે.