સુરતઃ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા બુધવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં આવતાની સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી છે. કેજરીવાલની લોકપ્રિયતાથી આજે ભાજપ ભયભીત થઈ ગઈ છે. ભાજપ એક હિંસાવાદી પાર્ટી છે. ગુજરાતમાં 27 વર્ષ સુધી રાજ કર્યું પણ કોઈ પ્રાથમિક સુવિધા નથી.
આ પણ વાંચોઃસિરિયલ કિલિંગમાં સંડોવાયેલો આતંકી દાનિશ ભટ જવાનોની ગોળીથી ફૂંકી મરાયો
રાજીનામું આપોઃ સુરતની મુલાકાતે આવેલા રાઘવ ચઢ્ઢાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના રાજીનામાની પણ વાત કહી હતી. રાઘવે ઉમેર્યું કે, હું પાટીલ અને પટેલને કહેવા માંગું છું કે તમે તમારા કાર્યકર્તાઓને વિપક્ષને મારવા માટે અનુમતી આપી છે તે તમે પણ રાજીનામું મૂકી દો. આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે તૈયાર છે. દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમ આદમી પાર્ટી CBI તપાસની માંગ કરે છે. સર્વે એવું કહે છે આ વખતે ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ છે. અમારી નકલી ગુજરાત મોડલ સામે લડત છે.
ભાજપ ગુંડા પાર્ટીઃ આપના પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાબાદ બુધવાર આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સુરતની મુલાકાતે હતા. તેઓ હોસ્પિટલમાં જઈ મનોજ સોરઠીયાને મળ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારી પાર્ટીની લોકપ્રિયતા ના કારણે ભાજપ ભયભીત છે. ભાજપ ગુંડા પાર્ટી છે અને હવેથી આવનાર દરેક ચૂંટણી કેજરીવાલ વિરુદ્ધ નરેન્દ્ર મોદી હશે.
આ પણ વાંચોઃ AAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ
ડરી ગઈ ભાજપ પાર્ટીઃ વિધાનસભા ચૂંટણી પહેલા અમારી પાર્ટીના પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા થયેલા હુમલા બાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવે સુરતની મુલાકાતે આવ્યા હતા. અને મનોજ સોરઠીયા પાસેથી હોસ્પિટલમાં મળી જાણકારી પણ મેળવી હતી એટલું જ નહીં જે ગણેશ મહોત્સવ ને લઇ વિવાદ થયો હતો ત્યાં રાઘવ ચડ્ડા જઈને ગણેશજીની પ્રતિમા સામે આરતી અને પૂજા અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આખી અહિંસાની શીખ આપનાર આપણા પ્યારા બાપુની ધરતી ભારતીય ગુંડા પાર્ટી એટલે કે બીજેપી જેનું ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન છે. તે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાના કારણે અને મળેલા જન સમર્થનના કારણે એટલી ગભરાઈ ગઈ છે કેટલી હદે ડરી ગઈ છે કે બીજેપીના ગુંડાઓ એ અમારા નેતાઓને મારવા ,પીટવા માથું ફોડવાનું અને જાન લેવાનું શરૂ કરી દીધું છે.
લોકોના દિલમાં કેજરીવાલઃ બીજી વાત આમ આદમી પાર્ટી લગાતાર વાત કરી રહી છે કે ગુજરાતમાં વાર્ષિક હજારો લાખો કરોડોનો બેનામી અને ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જે ભાજપાના નેતાઓ ચલાવી રહ્યા છે. અમે એમાં તપાસની માંગ કરીએ છીએ પરંતુ ભાજપ અને CM સાહેબ ગુજરાતમાં આ તપાસથી ભાગી રહ્યા છે. ભાજપ અને ભારતીય ગુંડા પાર્ટીને હું કહેવા માગું છું કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ IAFએ લદ્દાખમાં ઊંચાઈવાળા વિસ્તારમાંથી ઈઝરાયેલી નાગરિકને બચાવ્યો
સરકાર પાડવાનું કામઃ દિલ્હીના ધારાસભ્યોને ખરીદવા મામલે પણ રાઘવ એ કહ્યું હતું કે, નેતાઓની ખરીદીના આરોપમાં તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા અમીર દોસ્તો છે કે જેમની પાસેથી હજારો અને કરોડો રૂપિયા એકઠા કર્યા અને આ હજારો અને કરોડો રૂપિયા ઇડી અને સી.બી.આઈ ને કોકટેલ કરીને દોસ્તો પાસેથી લીધેલા હજારો કરોડો રૂપિયા અને સીબીઆઇ અને ઇડીનો ડર નો કોકટેલ બનાવી બધા જ સમગ્ર હિન્દુસ્તાનમાં વિપક્ષના નેતાઓની સરકાર પાડી રહી છે. મહારાષ્ટ્રમાં શું થયું તમે જોયું એ પહેલાં કર્ણાટકમાં શું થયું તે પણ તમે જોયું. મધ્યપ્રદેશમાં શું થયું એ પણ જોયું હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાડવાની કોશિશ ભાજપા કરી રહી છે.
પડકાર આપનારાઃ આ અત્યાચારનો ગુંડાગર્દીનો અને મારપીટનો બદલો ગુજરાતની જનતા આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં લેશે. ગુજરાતની પોલીસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના માણસો દ્વારા અમારા ઉપર હુમલાઓ કરાવે છે. હું પૂછવા માંગુ છું કે આ હુમલાઓ કોંગ્રેસ પાર્ટી કે તેમના માણસો ઉપર કેમ નથી થતો? તેમના ઉપર કેમ હાથ ઉઠાવવામાં નથી આવતો. એ એટલા માટે કે આજે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી શકે તેમ નથી. અત્યારે એક જ પાર્ટી છે કે જે ભારતીય જનતા પાર્ટીને પડકાર આપી શકે છે અને તે છે આમ આદમી પાર્ટી. એ એક જ વાર નેતા છે ભારતીય જનતા પાર્ટીને ચૂનોતી આપી રહ્યા છે અને તે છે અરવિંદ કેજરીવાલ.