- 26 ફેબ્રુઆરીએ દિલ્લીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત આવશે
- મુખ્યપ્રધાન કેજરીવાલ સુરતમાં કરશે ભવ્ય રોડ શૉ
- સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે
- કેજરીવાલે ફોન કરી ગોપાલ ઈટાલિયાને શુભકામના પાઠવી
- વોર્ડ નંબર-16માં જીત મેળવીને AAPએ પોતાની પહેલી જીત મેળવી
સુરતઃ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત આવશે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં AAPને વધુ બેઠકો પર જીત મળતા કેજરીવાલ રોડ શો કરશે. સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ પાઠવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે. સુરતમાં વોર્ડ નંબર-5 ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં AAPની પેનલની જીત થઈ છે. આ સિવાય વોર્ડ નંબર-2માં AAPની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર-16માં જીત મેળવીને AAPએ પોતાની પહેલી જીત મેળવી હતી.
ભાજપની 93 બેઠક પર જ્યારે AAPની 27 બેઠક પર જીત
વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને AAPના 01 ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત વોર્ડ નંબર-7માં ભાજપની પેનલ તોડીને 2 AAPના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર-4 એમ 2 વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર-8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર-16 અને વોર્ડ નંબર-4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને AAPએ શાનદાર દેખાવ કર્યો છે. સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 93 બેઠક પર જીત થઈ છે. જ્યારે AAPની 27 બેઠક પર જીત થઈ છે.