- AAPએ સુરતમાં 27 સીટો પર જીત મેળવી
- વોર્ડ નંબર પ્રમાણે ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું
- જનતાએ વિશ્વાસ ના મુક્યો હોત તો ક્યારેય જીતી ન શક્યા હોત
સુરત : શહેરમાં પેહલી વખત સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 120 સીટોમાંથી 27 જેટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો હતો. શહેરના વોર્ડ નં.-2, 3, 4, 5, 16, અને 17માં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. ત્યારબાદ બપોર પછી ભાજપ અને આમ આદમી વચ્ચે મદની ગણતરીઓમાં રસ કાસીઓ જોવા મળી હતી. જોકે, અંતે ભાજપ તો આવ્યો જ ને તેની સાથે આમ આદમી પાર્ટીએ પણ 27 જેટલા સીટો પોતાના નામે કરી હતી.
27 જેટલી સીટો AAPએ પોતાના નામે કરી
સુરતમાં પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 જેટલી સીટો પોતાના નામે કરી છે. 27 જેટલી સીટો પોતાના નામે કરનારા આમ આદમી પાર્ટી દ્વારા વિજય મેળવ્યા બાદ વોર્ડ નંબરના પ્રમાણે આમ આદમીના ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો. ઢોલ નગારા સાથે ડીજેના તાલે ફટાકડાઓ ફોડી જીતની ઈચ્છા વ્યક્ત કરૂ હતી.
જીત AAPની નથી, જીતમાં સુરતની જતનાનો વિજય થયો
આમ આદમી પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, આ જીત અમારી નથી આ જીતમાં સુરતની જતનાનો વિજય થયો છે. જો સુરતની જનતાએ અમારી ઉપર વિશ્વાસ ના મૂક્યો હોત તો અમે જીતી શક્યા ન હોત. આથી આ જીતમાં આમ આદમી પાર્ટીની સાથે સુરતની જનતાનો પણ વિજય થયો છે. હવે સુરતની જનતાનો વિજય સાથે વિકાસ પણ જોવા મળશે.
જીત બાદ AAP દ્વારા પ્રેસ કોન્ફ્રસ કરવામાં આવી
આમ આદમી પાર્ટી દ્વારા વિજય થયા બાદ સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી દ્બારા એવું કહેવામાં આવ્યું કે, આજે સુરતની નાની પાર્ટી તરીકે ગણાતી આમ આદમી પાર્ટી દ્બારા 120 બેઠોકોમાંથી 27 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. આ સુરતની જનતા માટે ઐતિહાસિક જીત છે.

સુરતની જનતાએ AAP ઉપર વિશ્વાસ મૂક્યો
સુરતની જનતાએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો. જનતા પાસે જે વિકલ્પ હતો તે જનતાએ પસંદ કર્યો. હવે અમે જનતાનો વિશ્વાસ તૂટવા દઈશું નહિ અને અમે જે મુદ્દાઓ લઈને સુરતની જનતાને આમ આદમી પાર્ટી દ્બારા કરવામાં આવેલા તમામ મુદ્દાઓ ઉપર ધ્યાન આપીને તે મુદ્દાઓ પૂર્ણ કરીશું. સુરતની જનતાને ચહેરા ઉપર સ્મિત જોવાનો પ્રયત્ન કરીશું. આ જીત ખરેખર તો સુરતની જનતાને જીત છે.
સુરતમાં 26મી ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન
26 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની જનતાનો આભાર વ્યક્ત કરવા આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્બારા રોડ-શો અને જાહેર સભાઓ સંબોધાશે. તેઓ સરથાણા કાપોદ્રા વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં રોડ શો કરીને જનતાનો આભાર વ્યક્ત કરશે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીએ સુરત માટે મોટી પાર્ટી બની ગઈ છે.