સુરત : મહાનગરપાલિકાની ચૂંટણી માટે વિસ્તૃત મુદ્દાઓ સાથે AAP ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ કિશોર દેસાઇ તેમજ ઉપાઘ્યક્ષ ગોપાલ ઇટાળીયાની ઉપસ્થીતીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મુદ્દાઓ જેવા કે ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ તેમજ આગામી સમયમાં આવતી ચૂંટણીઓમાં પાર્ટીની ભૂમીકા તેમજ પાર્ટીની આગામી રણનીતિઓ અને કાયક્રમો અંગે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ માહિતી આપી હતી.
આમ આદમી પાર્ટીના બન્ને નેતાઓએ જણાવ્યું હતું કે, નવા કાર્યકર્તાઓની ભરતી અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. આવનારી ચૂંટણીઓમાં નવા ઉમેદવારો ઉભા કરાશે. નવ યુવાનોને ચૂંટણી લડાવાશે. આખા ગુજરાતમાં 'યુવા જોડો અભિયાન' પોરબંદરથી શરૂ થઈ અમદાવાદ ગાંધી આશ્રમ પર પૂર્ણહુતી થશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જનતાએ ચૂકવેલ વેરા-ટેક્સના બદલામાં શિક્ષણ, આરોગ્યની સુવિધા મફત મેળવવીએ જનતાનો અધિકાર છે. રોડ રસ્તા વીજળી પીવાનું પાણી, સિંચાઈ માટે પાણી, રોજગાર, ઝડપી ન્યાય મળે, ભ્રષ્ટચાર મુક્ત રાજ્ય બને લોકોનો હક્ક છે. આ સહિતના મુદ્દાઓ ને લઈ ચૂંટણી લડવા ઇચ્છુક લોકો પણ પોતાની માંગણી રજૂ કરી શકશે.