સુરત: શહેરના ભાગળ નવાપુરા પારસી શેરી સ્થિત પીપલ્સ બેન્ક પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી (drainage operation In Surat) ચાલી રહી હતી. આ દરમિયાન અહી અચાનક માટી ઘસી પડતા ત્યાં કામ કરતો શ્રમિક દબાઈ ગયો હતો. આ ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો (Death of a young man in Surat) ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને ત્યાં મનપાના અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના CCTVમાં કેદ થઈ હતી.
3 જ મિનીટમાં યુવકને બહાર કાઢી મસ્કતી હોસ્પિટલ ખસેડ્યો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, નવાપુરા પારસી શેરી પીપલ્સ બેન્ક પાસે ડ્રેનેજની કામગીરી (drainage operation surat) દરમિયાન આ ઘટના બની હતી. ફાયર વિભાગને ઘટના અંગે કોલ મળ્યો હતો, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગે 3 જ મિનીટમાં યુવકને બહાર કાઢી મસ્કતી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ 19 વર્ષીય રાજમલ છનાભાઈ સંઘાળા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તે ડભોલી ચાર રસ્તા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Bhuj Municipality Fire Department: ભુજ ફાયર વિભાગ દ્વારા 105 બિલ્ડિંગોને નોટિસ ફટકારાઇ
આ પણ વાંચો: અમદાવાદમાં 2 સફાઈ કામદારોના ગટરમાં પડી જતા મોત, વધુ એક કર્મચારી લાપતા