ETV Bharat / city

સુરત: કોસાડ રેલવે સ્ટેશન નજીક યુવકને માર મારી અજાણ્યા ઈસમોએ લૂંટ્યો, પહેરેલા કપડા પણ ન છોડ્યા - સુરતમાં ગુનાખોરી

સુરત (Surat) જાણે કે ગુનાખોરીનું હબ બનતું જઇ રહ્યું છે, ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે જે સુરત કેટલું સુરક્ષિત? તેવો પ્રશ્ન ઉઠાવે છે. સુરતના કોસાડ રેલવે સ્ટેશન (Surat Kosad Railway Station) નજીક રાત્રે અગિયાર વાગ્યે કારખાનાથી કામ કરીને ઘરે જઇ રહેલા શ્રમિક સાથે અજાણ્યા તત્વોએ મારામારી કરી હતી અને યુવકને બેભાન કરીને તેની પાસેથી 200 રૂપિયા અને તેણે પહેરેલા કપડા પણ લૂંટી લીધા હતા.

કોસાડ રેલવે સ્ટેશન નજીક યુવકને માર મારી અજાણ્યા ઈસમોએ લૂંટ્યો

author img

By

Published : Oct 16, 2021, 4:22 PM IST

  • કારખાનામાં કામ કરતા શ્રમિકને અજાણ્યા ઇસમોએ માર્યો માર
  • માર મારી બેભાન કર્યો, 200 રૂપિયા અને પહેરેલા કપડા લૂંટ્યા
  • રાત્રે 11 વાગ્યે સુરત કોસાડ રેલવે સ્ટેશન નજીક બની ઘટના

સુરત: કોસાડ રેલવે સ્ટેશન (Surat Kosad Railway Station) નજીક સંચાના કારખાનામાં કામ કરતાં એક શ્રમિક (Factory worker)ને મોડી રાત્રે અજાણ્યા ઇસમોએ મારમારી 200 રૂપિયા તથા શરીર ઉપર પહેરેલા કપડા પણ લૂંટી લીધા હતા. મૂળ ઓરિસ્સાના રહેવાસી તથા અમરોલી અને કોસાડની વચ્ચે આવેલી અંજના ઇન્ડસ્ટ્રી (Anjana Industry)માં કામ કરતા રાજુભાઈ હળપતિ નાયકા જેઓ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પોતાના કારખાનાથી ઘરે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અજાણ્યા ઇસમો દ્વારા તેમને સુરતના કોસાડ રેલવે સ્ટેશન નજીક માર મારવામાં આવ્યો હતો અને 200 રૂપિયા તથા કપડા પણ આ અજાણ્યા ઈસમો કઢાવી લૂંટ કરી જતા રહ્યા હતા.

સવાર સુધી બેભાન અવસ્થામાં ઘટનાસ્થળે પડ્યા રહ્યા

અજાણ્યા ઇસમોએ રાજુ હળપતિ નાયકાને એટલી હદે માર માર્યો હતો કે તેમની બંને આંખો પર પણ ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઇજા પામેલા રાજુભાઈ ભાનમાં ન હોવાને કારણે તેઓ ઘટનાસ્થળે જ પડી રહ્યા હતા. વહેલી સવારે એક વ્યક્તિની નજર પડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

લૂંટારુઓએ રાજુભાઈ ને એટલી હદે માર માર્યો હતો કે તેમની બંને આંખોમાં તથા આખા શરીરે ખુબ જ ગંભીર ઇજાઓ હોવાને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી હોશ ન હોવાને કારણે રાજુભાઈ આખી રાત આજ હાલતમાં ત્યાં પડ્યા રહ્યા હતા. જો કે સવારે એક અજાણ્યા વ્યક્તિની તેમની ઉપર નજર પડતા તેમણે તરત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી તથા સ્થાનિક પોલીસની PCR વાન પણ ત્યાં પહોંચી ગઇ હતી. રાજુભાઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ મૂળ ઓરિસ્સાના રહેવાસી છે.

4 મહિના પહેલા સુરતમાં રોજગારી માટે આવ્યા હતા

આ બાબતે અમરોલી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે સવારે 8:45 વાગ્યે અમને જાણ થઇ એટલે અમારી PCR વાન ત્યાં પહોંચી હતી. આ વ્યક્તિ જેમનું નામ રાજુભાઈ હળપતિ નાયકા છે જેઓ ઓરિસ્સાના બલીબદ્રા બસતુંચક્ર ગામના છે. તેમના પરિવારમાં એક છોકરી અને તેમની પત્ની છે. 4 મહિના પહેલા તેઓ સુરતમાં રોજગારી માટે આવ્યા હતા. તેઓ અહીંયા તુલસી હોટલમાં રહે છે. હાલ અમે આટલી માહિતી જ પ્રાપ્ત કરી શક્યા છીએ, કારણકે રાજુ અત્યારે ભેબાન અવસ્થામાં જ છે. તેમને હોશ આવશે પછી અમે નિવેદન લઈએ ગુન્હો નોંધીશું.

આ પણ વાંચો: સુરત: બેસ્ટ મેડિકલ સ્ટોરમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર આપતા હતા સીરપ

આ પણ વાંચો: સુરત: મોડી રાત્રે નશામાં ધૂત વ્યક્તિ ટ્રેનની અડફેટે આવતા બંને પગ કપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.