સુરતમાં એક મહિલાએ રોડ પર બેસી કર્યો હોબાળો
સાસરિયાવાળા પર ત્રાસ આપવાના કર્યા આક્ષેપ
મહિલાએ કહ્યું કે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી
સુરત: સુરતમાં અજીબો ગરીબ કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં કલેક્ટર કચેરી બહાર એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. આટલું ઓછું હોય તેમ મહિલાએ રસ્તાની વચ્ચે જઈ ટ્રાફિક જામ કરી પોતાના સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનું કહી હંગામો કર્યો હતો. બાદમાં ઉમરા પોલીસે મહિલાને પોલીસ મથકે લઇ જઇ મામલો થાળે પાડયો હતો.
મહિલા સાથે સમજાવટથી કામ લેવાના પ્રયાસો
સુરતમાં એક મહિલાએ કલેક્ટર કચેરી બાહર રોડ પર બેસી હોબાળો મચાવ્યો હતો. સુરત ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર કામરેજ રહેતી પરિણીતાએ હોબાળો મચાવ્યો હતો. પરિણીતાએ સાસરિયાં સામે બેફામ આક્ષેપ કરતાં રસ્તા પર બેસી ગઈ હતી. ટ્રાફિક હોવા છતાં મહિલા રસ્તા પર બેસી જતાં ટ્રાફિક પોલીસ દ્વારા મહિલા સાથે સમજાવટથી કામ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
જોકે, મહિલા સતત રાડા રાડ કરીને પોલીસ અને સાસરિયાં તથા પતિ સામે બેફામ આક્ષેપ કરવાની સાથે મરી જવું છે તેવું બોલ્યા કરતા હતી. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મહિલાને સાથે લઈ જઈને કામરેજ મૂકી આવવાની તજવીજ હાથ ધરી હતી.
મહિલાએ કહ્યું કે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી
મહિલાએ સાસરિયાં પર ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. મહિલાએ કહ્યું કે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. બધા જ કાગળ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જેથી મારે મરી જવું છે આ શબ્દો તે મહિલાના છે. જોકે, ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા બાદ પણ મહિલાએ રાડા રાડ ચાલુ રાખી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.