- ડોનેટ લાઈફના સ્વયંસેવકના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી
- પાંચ વ્યક્તિઓને નવું જીવન અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત આપતો ગયો
- 275 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો
સુરત: ડોનેટ લાઈફે (Donate Life) મંગળવારે પોતાનો એક સ્વયંસેવક ગુમાવ્યો છે. આ એ સ્વયંસેવક (Volunteer) છે, જે જીવતા જીવત ડોનેટ લાઈફ (Donate Life)ના માધ્યમથી સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત જોવા માગતો હતો. તેના મૃત્યુ પછી તેના અંગોના દાન થકી બીજા પાંચ વ્યક્તિઓને નવું જીવન અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત આપતો ગયો. ડોનેટ લાઈફ (Donate Life)નો આ સ્વયંસેવક (Volunteer) સ્વ.ગીતેશ મોદી ખરા અર્થમાં વોરિયર છે.
તા.27 જૂનના રોજ ડૉક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો
ગીતેશ મોદીને તા. 23 જૂનના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસની સારવાર બાદ તા.27 જૂનના રોજ ડૉક્ટરોએ તેને બ્રેઈનડેડ (Braindead) જાહેર કરતા તેની પત્ની રીંકુએ ગીતેશના અંગદાનનો નિર્ણય લીધો હતો. ગીતેશની બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.ગીતેશની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) અમદાવાદની IKDRC હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) માં, જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ (Liver transplant) અમદાવાદની સીમ્સ હોસ્પિટલ (Sims Hospital)માં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીના 275 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર (Green Corridor) બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

આ પણ વાંચો : સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું
બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે. ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા છેલ્લા 21 દિવસમાં પાંચ બ્રેઈનડેડ (Braindead) વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2 હૃદય, 2 ફેફ્સાં, 10 કિડની, 5 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 27 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 27 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : Organ Donate : સુરતમાં અંગદાન કરીને છ વ્યક્તિઓને જીવનદાન
અંગદાન (Organ donation)ને લઈ સુરત મોખરે
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા 392 કિડની (Kidney) , 162 લિવર (Liver) , 8 પેન્ક્રીઆસ (Pancreas) , 33 હૃદય(HARTS) , 14 ફેફ્સાં (Lungs) અને 294 ચક્ષુઓ (eyes) કુલ 901 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 829 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
