સુરત: સુરત ખાતે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના (Visavadar Junagadh District) વિસાવદર તાલુકામાં આવેલ લીમધ્રા ગામનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં અગ્નિવીર (Agnipath Scheme 2022) બનવા માટે આખા ગામે શપથ (Youth Takes Oath for Agnipath) લીધા હતા. શપથ લેનાર 500 યુવાઓ એક જ જગ્યાએ એકત્ર થયા હતા. આખા ભારતમાં એવું પ્રથમ ગામ હશે કે જે આખા ગામના તમામ લોકો એક સાથે એક જગ્યાએ અગ્નિવીર બનવા અને અગ્નિપથ યોજનાએ (Join for Agnipath Scheme) સમર્થન માટે સંકલ્પ લીધા હોય.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર બાદ ગુજરાત પહોંચી મેઘસવારી, હિંમતનગરમાં વરસાદ ઉપલેટામાં ઘરમાં પાણી ઘુસ્યા
શપથ લેવાયા: ભારત સરકાર દ્વારા તારીખ 14 જૂન 2022 ના રોજ અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ઇન્ડિયન આર્મીના ઉમેદવારો માટે અરજી લેવામાં આવે છે. પરંતુ આ યોજના બાદ દેશના અનેક સ્થળે વિરોધ પ્રદર્શન અને હિંસક દેખાવો જોવા મળ્યા છે. બીજી બાજુ સુરત ખાતેથી 500થી વધુ યુવક-યુવતીઓએ આ યોજના હેઠળ ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટે શપથ લીધી છે. અગ્નિપથ યોજનામાં હેઠળ ભારતીય સેનામાં સામેલ થઈ દેશ સેવા કરવા માટે આ યુવાનોમાં જુસ્સો જોવા લાયક રહ્યો હતો.
આ પણ વાંચો: કથાકાર મોરારીબાપુએ દુષ્કર્મ પીડિતાના ઘરની મુલાકાત લીધી, પરિવારને કરી આવી મદદ
યોજના માહિતી આપી: સમસ્ત લીમધ્રા ગામના પ્રમુખ પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર ફર્સ્ટની વાત કરતા હોય ત્યારે આપણને જ્યારે સેનામાં જોડાવાનો મોકો મળી રહ્યો છે ત્યારે હું સંકલ્પ કરું છું કે મારા જૂનાગઢ જિલ્લામાંથી અમારું ગામ અગ્નિપથ યોજનામાં સૌથી અગ્રેસર હોય. આ યોજનાની માહિતી ગામ ખાતે અને સુરત ખાતે મળી રહે તે માટે સ્નેહમિલનમાં ગ્રામજનોને અગ્નિપથ યોજનાની સમગ્ર માહિતી આપવામાં આવી છે. આ યોજનામાં મહિલાઓ પણ સામેલ થઈ શકે છે. આ હેતુથી માત્ર યુવાઓ નહીં યુવતીઓ પણ શપથ લેવામાં સામેલ હતી. આશરે 500થી પણ વધુ યુવક-યુવતીઓએ આજે શપથ લઈને દેશ ભાવના રજૂ કરી દીધી છે.