- સુરતના એક મીઠાઈ વિક્રેતાએ ખાસ બચપન કા પ્યાર થીમ પર મીઠાઈ બનાવી
- ભાઈ-બહેનના 'બચપન કા પ્યાર' અને યાદગાર દિવસને ધ્યાનમાં રાખી મીઠાઈ બનાવી
- મીઠાઈને ખાધા પછી ચોક્કસ ભાઈ-બહેનને બચપણનો પ્રેમ યાદ આવી જશે
- ચારકોર કાજુ કતરી પણ છે જે કાર્બનથી તૈયાર થઈ છે
સુરત: છત્તીસગઢના નાના બાળક સહદેવ દ્વારા ગવાયેલું ગીત 'બચપન કા પ્યાર' સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે. હવે 'બચપન કા પ્યાર' નામની મીઠાઈ (Bachpan ka pyaar sweet ) બજારમાં આવી ગઈ છે. રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખી અને આ દિવસ માટે જે રીતે મીઠાઈની ડિમાન્ડ હોય છે તેના કારણે ભાઇ-બહેનના આ પર્વને યાદગાર બનાવવા માટે સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા બચપન કા પ્યાર થીમ પર ત્રણ મીઠાઈઓ બનાવવામાં આવી છે. આ મીઠાઈ ખાધા પછી ભાઈ બહેનને પોતાના બાળપણની યાદ આવી જશે. બાળપણમાં ભાઈ-બહેને જે બબલગમ ખાધા હશે તેનું ફ્લેવર આ મીઠાઈમાં મળશે. આ ફ્લેવર બરફી અને કાજુ કતરીમાં મળી રહી છે. એટલું જ નહીં આ થીમ પર તૈયાર ચારકોર કાજુ કતરી પણ છે જે કાર્બનથી તૈયાર થઈ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી પણ છે.
ખરેખર બચપન ની યાદ આવી ગઈ
મીઠાઈ વિક્રેતા રાધાબેન મીઠાઈવાલાએ જણાવ્યું હતું કે, આ મીઠાઈ ખાધા પછી ભાઈ-બહેન બાળપણની યાદ તાજા કરશે. કાજુ કતરી અને બરફીમાં બબલગમ ફ્લેવર છે અને ફ્લેવર કદાચ આજે મળે છે. નાનપણમાં ભાઈ-બહેનને જેની મજા માણી હતી તે ફ્લેવર હવે મીઠાઈમાં મળશે. એટલું જ નહીં બીજી મીઠાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે તેને ચારકોલ કાજુકતરી નામ અપાયું છે. હાલ જે રીતે સોશિયલ મીડિયા પર આ ગીત વાયરલ થયું છે તેના કારણે અમે રક્ષાબંધન પર તૈયાર કરેલા આ મીઠાઈનું નામ બચપન કા પ્યાર (Bachpan ka pyaar sweet ) રાખ્યું છે. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી મીઠાઇ ખરીદવા આવેલી ભાવનાએ જણાવ્યું હતું કે, હાલ જે ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે તેના નામે આ મીઠાઈ જોઈ ખૂબ જ આશ્ચર્ય થયું. તેનો ટેસ્ટ ખૂબ જ સારો છે ને ખરેખર બચપનની યાદ આવી ગઈ છે.