- કોરોનાકાળના સમયનો બાળકે કર્યો સદઉપયોગ
- માઇક્રોવર્લ્ડ કોન્સેપ્ટ ઉપર ચિત્ર બનાવ્યાં
- 3Dને બદલે 2D ટેકનોલોજીથી ચિત્રો બનાવવાની પહેલ
સુરતઃ કોઈ પણ પ્રખ્યાત સ્થળ, સિનેમા દ્રશ્ય વગેરેનો થોડો હિસ્સો બતાવવાની એક નવી પદ્ધતિ માઇક્રોવર્લ્ડ તરીકે ઓળખાય છે. સુરતના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવર્ષિ કેયૂર ચાવડાએ લૉકડાઉન દરમિયાન મળેલા સમયનો સારો ઉપયોગ કરીને કમ્પ્યુટર ઉપર દ્રશ્યો બનાવ્યાં છે. જે ડિજિટલ ક્ષેત્રમાં નવી પહેલ સમાન છે.
આ પણ વાંચોઃ બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન
કોરોનાકાળમાં લોકડાઉનથી લઈને બાળકોનો મોટા ભાગનો સમય ઘરમાં જ વીત્યો છે અને તેને લઈને તેમના પર થોડી નેગેટિવ અસર પણ થઈ છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમણે આ સમયનો સદુપયોગ કરીને કંઈક ક્રિએટિવિટી કરી છે. સામાન્ય રીતે આ દ્રશ્યો 3D પ્રોગ્રામથી બનાવી શકાય છે. પરંતુ દેવર્ષિએ આ દ્રશ્યો 2D પ્રોગ્રામથી બનાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે દેવર્ષિના પિતા ગ્રાફિકસ ડિઝાઈનર છે જ્યારે માતા ડ્રોઈંગ ટીચર છે ત્યારે તેને તેમના આ ગુણો વારસામાં મળ્યાં છે. દેવર્ષિને નવું શીખવાનો શોખ છે અને તે અવનવા કોન્સેપ્ટ ઉપર ક્રિએટિવિટી કરતો રહે છે. તેણે બનાવેલા ચિત્રો સોશિયલ મીડિયામાં લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. દેવર્ષિના પિતા કેયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, તેણે ઇજિપ્ત, આઇલેન્ડ, અને માઇન્ડક્રાફ્ટ રમત પર દ્રશ્યો બનાવ્યા છે. માઈક્રોવર્લ્ડ એક અલગ જ કોન્સેપ્ટ છે જે લોકોને ફેમિલીયર નથી. પરંતુ દેવર્ષિ જાતે જ આ દરેક વસ્તુ શીખે છે જે અમારે માટે ગર્વની વાત છે.
આ પણ વાંચોઃ એર ઇન્ડિયાએ 45 લાખ પ્રવાસીઓની માહિતી લીક થવાનો સ્વીકાર કર્યો