ETV Bharat / city

climbing wall: પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સુરત અંધજન શાળા ખાતે ખાસ 40 ફૂટ ઊંચી વોલ કલાઈંબિંગ બનાવવામાં આવી - surat news

દક્ષિણ ગુજરાતની એકમાત્ર બલાઇન્ડ સ્કૂલ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી છે. અહીં ભણનારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા ખાસ કલાઈંબિંગ વોલ બનાવવા પાછળ 14 લાખનો ખર્ચ થયો છે. જે રીતે સામાન્ય વ્યક્તિઓ ઊંચા પર્વત પર ચડતા હોય છે, તેવી જ રીતે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ (climbing wall) પર ચડીને પોતાનો ભય દૂર કરશે.

climbing wall
climbing wall
author img

By

Published : Jul 23, 2021, 10:52 AM IST

  • 40 ફૂટ ઊંચી વોલ કલાઈંબિંગ વોલ બનાવવામાં આવી
  • કલાઈંબિંગ વોલ (climbing wall) બનાવવા પાછળ 14 લાખનો ખર્ચ થયો
  • પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ પર ચડીને પોતાનો ભય દૂર કરશે

સુરત: પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ નિર્ભિક બને એ હેતુથી સુરત અંધજન શાળા ખાતે ખાસ 40 ફૂટ ઊંચી વોલ કલાઈંબિંગ (climbing wall) બનાવવામાં આવી છે. વોલ કલાઈંબિંગના કારણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની અંદર આત્મવિશ્વાસ વધશે જ્યારે શાળાઓ ફરીથી શરૂ થશે ત્યારે આ વોલના કારણે તેઓ જીવનની નવી દિશા ચોક્કસથી સર કરશે.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ પર ચડીને પોતાનો ભય દૂર કરશે

દક્ષિણ ગુજરાતની એકમાત્ર બલાઇન્ડ સ્કૂલ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી છે. અહીં ભણનારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા ખાસ કલાઈંબિંગ વોલ બનાવવા પાછળ 14 લાખનો ખર્ચ થયો છે. જે રીતે સામાન્ય વ્યક્તિઓ ઊંચા પર્વત પર ચડતા હોય છે, તેવી જ રીતે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કલાઈંબિંગ વોલ પર ચડીને પોતાનો ભય દૂર કરશે. છેલ્લા દોઢ વર્ષથી અંધજન શાળા કોરોનાના કારણે બંધ છે. વિદ્યાર્થીઓ જ્યારે પરત શાળામાં આવે ત્યારે એક નવી ઉર્જાનો સંચાર થાય અને તેઓ તેમની અંદરનો ભય દૂર કરે અને તેમનામાં સાહસિક વૃત્તિ વધે એ હેતુથી આ 40 ફૂટની દીવાલ તૈયાર કરવામાં આવી છે. કલાઈંબિંગ દીવાલ કોઈ અંધજન શાળામાં હોય તેવી સંભવિત દેશની પ્રથમ શાળા સુરતની બની છે.

આ પણ વાંચો: ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 1 લાખનું નુકસાન

નિર્ભિક બનાવવાના હેતુથી આ દિવાલ બનાવી

શાળાના ટ્રસ્ટી આનંદ ચોખાવાળાએ જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિઓ કરતા પ્રજ્ઞાચક્ષુ દિવાલ ચડતી વખતે ભયભીત થતા નથી. કારણ કે તેમને અંદાજ હોતો નથી કે તેઓ કેટલા ઉપર ચઢી રહ્યા છે. તેમની અંદર આત્મવિશ્વાસ લાવવા માટે અને નિર્ભિક બનાવવાના હેતુથી આ દિવાલ અમે શાળામાં બનાવી છે. આ માટે સાંસદ સી.આર.પાટીલ દ્વારા 14 લાખનું ફંડ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને કોઇ ઇજા ન થાય આ માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓને આ માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિંમત ન હારી, જાણો અમદાવાદના અશ્વિનભાઇ ઠક્કરની અનોખી સાહસકથા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.