- મુસ્લિમ યુવાને ગૌશાળામાં જઈ ગૌમાતાને લીલો ચારો ખવડાવી દેશભરના લોકોને એક માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો
- સોશિયલ મીડિયા પર લોકો અક્રમ શાહની પ્રશંસા કરી રહ્યા છે
- અક્રમ શાહ ભાજપના સક્રિય કાર્યકર્તા પણ છે અને RSSની શાખામાં પણ જાય છે
સુરત: સામાન્ય રીતે બકરી ઈદ(Bakri Eid) પર્વ પર લોકો કુરબાની આપી આ દિવસ ઉજવતા હોય છે પરંતુ સુરતના અક્રમ શાહે આ દિવસે કુરબાની ન આપી અને એવું કાર્ય કર્યું છે જેની વાહવાહી દરેક વ્યક્તિ કરી રહ્યા છે. ટ્વિટર પર તેમણે જે તસવીર મૂકી છે તેની પ્રસંશા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. બકરી ઈદના દિવસે અક્રમ સુરતના મજુરાગેટ વિસ્તાર ખાતે આવેલી ગૌશાળા (cowshed) માં ગયો હતો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવીને બકરી ઈદ મનાવી હતી. અક્રમ શાહ ભાજપના કાર્યકર્તા છે અને રાજકારણમાં ખૂબ જ સક્રિય પણ છે. એટલું જ નહીં તે RSSની શાખામાં પણ જાય છે.
લોકોને સંદેશ આપવા ગૌશાળા જાઉ છું
અક્રમ શાહે જણાવ્યું હતું કે, લોકો ધર્મના નામે એકબીજાથી દ્વેષ ભાવના રાખે છે. લોકોમાં ભાઈચારો અને એકતાનો સંદેશ આપવા માટે આ દિવસે હું ગૌશાળા (cowshed) ગયો હતો. હું છેલ્લા આઠ વર્ષથી બકરી ઈદ (Bakri Eid) ના દિવસે કોઈ કુરબાની આપતો નથી. હું હંમેશા ગૌશાળા (cowshed) જાઉં છું. ગાય માતાના દર્શન કરું છું અને લીલો ચારો ખવડાવું છું. જેનાથી મને આનંદ મળે છે અને લોકોને એક સંદેશ પણ જાય છે.