ETV Bharat / city

જૂઓ કેવી રીતે સુરતીઓને આકર્ષે છે આ "સેન્ડવિચવાળા બુલેટરાજા" - surati food

'સેન્ડવિચવાળા બુલેટ રાજા' નામ સાંભળીને આશ્ચર્ય થશે. પરંતુ સુરતના ધોરણ દસ નાપાસ યુવાને આ કોન્સેપ્ટ પર ફાઇવસ્ટાર હોટલને પણ પાછળ છોડી દીધી છે. આમ તો સેન્ડવિચ આપણે ઘણા પ્રકારની ખાધી હશે, પરંતુ હિતેશ પટેલ જે સેન્ડવિચ બનાવે છે તેનો સ્વાદ અને તેને બનાવવાની રી સેન્ડવિચને ખાસ બનાવે છે. કોઈ રેસ્ટોરન્ટ કે ફાસ્ટફૂડની લારી પર નહીં પરંતુ આ સેન્ડવિચ 'બુલેટ' પર તૈયાર કરવામાં આવે છે.

"સેન્ડવિચવાળા બુલેટરાજા"
"સેન્ડવિચવાળા બુલેટરાજા"
author img

By

Published : Jun 26, 2021, 8:57 PM IST

  • રેસ્ટોરન્ટ નહીં, બુલેટ મોડીફાય કરી કોલસા પર બનાવવામાં આવે છે આ સેન્ડવીચ
  • મોડીફાઇડ બુલેટને જોવા અને સેન્ડવિચ ખાવા માટે લોકોની અહિં ભીડ જામે છે
  • બુલેટના માલિક હિતેશ પટેલે માત્ર ધોરણ 10નો અભ્યાસ કર્યો છે

સુરત: જો તમે બુલેટ પ્રેમી છો અને તમને સેન્ડવિચ ખૂબ જ પસંદ છે, તો સુરતમાં હિતેશ પટેલના કોન્સેપ્ટથી ખૂબ જ પ્રભાવિત થઈ જશો. હિતેશ કોઈ મોટા રેસ્ટોરેન્ટ કે હોટેલના માલિક નથી પરંતુ તેની સેન્ડવિચ ખાવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. હિતેશ સામાન્ય સેન્ડવિચની જગ્યાએ કોલસા પર અલગ અલગ વેરાઇટીની સેન્ડવિચ બનાવે છે. આ માટે તેમણે પોતાના બુલેટને ખાસ મોડીફાય પણ કર્યું છે. આ મોડીફાઈડ બુલેટને જોવા અને સેન્ડવિચ ખાવા માટે લોકો દોડી આવતા હોય છે. સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબ ખાતે તેઓ પોતાના હેપ્પી ચારકોલ બુલેટ સેન્ડવીચ લઈને જ્યારે પહોંચે છે, ત્યારે લોકો જોતા રહી જાય છે. રોજ તેઓ અહીં જ કોલસા પર તૈયાર થતી સેન્ડવિચનું વેચાણ કરે છે.

સુરતી બુલેટરાજા બાઈક પર બનાવે છે સેન્ડવિચ

આ પણ વાંચો: મોહનભાઇએ થાઈલેન્ડથી લઇને 12 જ્યોર્તિલિંગથી શિલોંગ સુધી કરી બુલેટયાત્રા

મંદીના સમયમાં સહારો બની પોતાની બુલેટ

મોંઘવારીના સમયમાં કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે, જ્યારે તમે કોઇ ડિગ્રી ન લીધી હોય ત્યારે આ મુશ્કેલીઓમાં વધારો થાય છે. હિતેશ પટેલની પણ આ જ સમસ્યા હતી, તેમણે માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તેમના માટે મંદીમાં રોજગાર કેઈ રીતે ઉભો કરવો તે પ્રશ્ન હતો. કોરોના કાળમાં દુકાનો ચાલતી નથી અને દુકાનો ચાલે છે તેમાં મેન્ટેનન્સ અને ભાડું ખૂબ જ વધારે હોય છે. જેથી હિતેશને એક નવો આઈડિયા સુઝ્યો અને તેમણે ચાલતી ફરતી રેસ્ટોરન્ટ પોતાની બુલેટ પર જ બનાવી દીધી. આ બુલેટ પર તેઓ સેન્ડવિચ બનાવવાની તમામ તૈયારીઓ કરે છે અને આની ઉપર જ સેન્ડવિચ બનાવીને લોકોને પીરસે છે.

સેન્ડવિચવાળા બુલેટરાજા
બાઈક પર જ હિતેશ બનાવે વિવિધ પ્રકારની સેન્ડવિચ

ક્યાંથી આવ્યો આ અનોખો કોન્સેપટ

હિતેશે તેમની બુલેટ વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, યૂટ્યૂબ પરથી વિદેશમાં અને ખાસ કરીને દેશના હૈદરાબાદ શહેરમાં જે રીતે લોકો ચાલતી ફરતી રેસ્ટોરન્ટ ચલાવે છે તેને જોઈ સુરતમાં પણ તેમને વેજીટેરિયન સેન્ડવિચ બનાવવાનો કોન્સેપ્ટ સુઝ્યો હતો. લોકોને નવા કોન્સેપ્ટની સાથે સાથે સ્વાદિષ્ટ સેન્ડવિચ મળે તે માટે તમામ બાબતોનું ધ્યાન આપવામાં આવ્યું છે. બુલેટ પર સેન્ડવિચ બનતી જોઈને લોકો આપોઆપ આકર્ષાઈને સેન્ડવીચનો સ્વાદ માણવા આવે છે. એકવાર તેનો સ્વાદ માણ્યા બાદ લોકો દૂર દૂરથી આ સેન્ડવિચ ખાવા વારંવાર મૂલાકાત લે છે.

સેન્ડવિચવાળા બુલેટરાજા
આ બુલેટ પર કોલસાની મદદથી બનાવાય છે સ્વાદિષ્ટ સેન્ડવિચ

બુલેટની શું છે ખાસિયત?

બુલેટની કિંમત 75 હજાર જેટલી છે. બુલેટ પર સેન્ડવિચ બનાવીને વેચવા માટે બુલેટમા અલગથી પાર્ટ જોડવામાં આવ્યો છે. જેની ડિઝાઇન અને કોન્સેપ્ટ તેઓએ પોતે તૈયાર કરી છે. બુલેટ સિવાયના અન્ય ભાગ તૈયાર કરવા માટે પણ 75 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આશરે દોઢ લાખના ખર્ચે આ બુલેટ તૈયાર કરાઈ છે. જેની ઉપર સેન્ડવિચ માટેની તમામ તૈયારીઓ અને સેન્ડવિચ બનાવવા સુધીની કામગીરી કરવામાં આવતી હોય છે.

સેન્ડવિચવાળા બુલેટરાજા
બુલેટ પર જ બનાવાય છે સેન્ડવિચ

આ પણ વાંચો: હૈદરાબાદમાં ખાણીપીણીના શૌખીન વ્યક્તિઓએ ઝોમેટો (ZOMATO - SWIGGY) બોયને બાઇક ગીફ્ટ કરી

ખાસ કોલસા પર બનાવવામાં આવે છે આ સેન્ડવિચ

અન્ય સેન્ડવિચ ટોસ્ટરમાં બનાવવામાં આવતી હોય છે, પરંતુ હિતેશ બુલેટ પર જે ખાસ સેન્ડવિચ બનાવે છે તે અન્ય કરતા જુદી છે. રોડ પર જ્યારે સ્ટ્રીટ ફૂડનું વેચાણ કરવું હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. કારણ કે રોડ પર ઇલેક્ટ્રિસિટી અને ગેસની સુવિધા મળતી નથી આ મુશ્કેલીને દૂર કરવા માટે અને સાથે જ ગ્રાહકોને અન્ય સેન્ડવીચ કરતા અલગ સેન્ડવિચ આપવાનો નિર્ણય કર્યો હતો. આ જ કારણ છે કે, તેમણે મોડીફાઇડ બુલેટમાં કોલસા પર સેન્ડવિચ બનાવવાનો નિર્ણય કર્યો. તેના મોડીફાઇડ બુલેટમાં એક તરફ કોલસા મુકવાની જગ્યા છે અને સેન્ડવીચ શેકવા માટે ખાસ ચિપિયા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.