સુરતઃ જિલ્લાના વરાછા વિસ્તારમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા લક્ષ્મણ સોલંકી નામના આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર, આધેડે આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. તેઓના આપઘાતના પગલે 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ઘરના મોભીના મોતના કારણે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.