- ગ્રામ્યમાં કોરાના કેસોમાં થયો ઘટાડો
- આજે ગ્રામ્યમાં કોરાનાના 115 પોઝિટિવ કેસ નોંધાયા
- આજે માત્ર 02 દર્દીના જ થયા મોત
સુરત: ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ મોતના આંકડા પણ રાહત જોવા મળી હતી. આજરોજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના નવા 115 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરાના વાઇરસના લીધે વધુ બે દર્દીના મોત થયા હતા.
આ પણ વાંચો: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના 265 પોઝિટિવ કેસ નોંધાયા
સૌથી વધુ કેસ મહુવા તાલુકામાં નોંધાયા
હાલ ગ્રામ્યમાં 1,668 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આજરોજ વધુ 139 દર્દીઓ કોરાનાને મ્હાત આપી સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 30,995 પર અને મુત્યુઆંક 455 પર અને સ્વસ્થ થયેલ દર્દીનો આંક 28,872 પહોંચી ગયો છે.આજરોજ નોંધાયેલ કોરાના કેસોની વાત કરીએ તો ચોર્યાસી 10, ઓલપાડ 19, કામરેજ 13, પલસાણા 07, બારડોલી 15, મહુવા 23, માંડવી 16, માંગરોળ 12 કેસ નોંધાયા હતા. જ્યારે ઓલપાડ અને બારડોલી માં એક-એક દર્દીનું કોરાનાથી મોત થયું હતુ.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં શનિવારે 156 કોરાના કેસ નોંધાયા