- સુરતમાં ચાર વર્ષના બાળકે પર્યાવરણ માટે ઓક્સિજન કેટલો જરૂરી તેનો ખાસ સંદેશ આપ્યો
- રસ્તા પર ઉતરી લોકોને જાગૃતિ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો
- ઓક્સિજન માનવજીવન માટે કેટલો જરૂરી તેનો સંદેશો આપ્યો
સુરત : માત્ર ચાર વર્ષના દિવ્યાંશ દૂધવાળાએ હાલની પરિસ્થિતિમાં પર્યાવરણ માટે ઓક્સિજન કેટલો જરૂરી છે, તેનો ખાસ સંદેશ આપ્યો છે. દિવ્યાંશ પારદર્શી કન્ટેનરમાં છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનની ઓક્સિજન માસ્ક દ્વારા સીધેસીધો શ્વાસ દ્વારા શરીરમાં લઈ શકાય તેવો મેસેજ આપતા એક ઉપકરણ સાથે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રસ્તા પર ઉતરી લોકોને જાગૃતિ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ
ધરતી પર ઓક્સિજનની જરૂરિયાત કેટલી છે તે સમજાવવાનો કર્યો પ્રયાસ
કોરોના કાળમાં લોકોને ખબર પડી છે કે, ઓક્સિજન માનવજીવન માટે કેટલો જરૂરી છે. એક તરફ વૃક્ષ નિકંદન તો બીજી તરફ કોરોનાના દર્દીઓને ઓક્સિજનની જે સમસ્યા ઊભી થઇ છે, તેને જણાવવા માટે સુરતના ચાર વર્ષીય દિવ્યાંશ દૂધવાળાએ જાગૃતિ માટે અનોખો પ્રયાસ કર્યો છે. આ સંદેશો આપવા માટે જ્યારે ચાર વર્ષીય દિવ્યાંશ પારદર્શી કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધેસીધો શ્વાસ દ્વારા શરીરમાં લઈ શકાય તેવો મેસેજ આપતા ઉપકરણને લઈ જ્યારે રસ્તા પર ઊતર્યો તો લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા, પરંતુ ચાર વર્ષીય બાળક સમજે છે કે ધરતી પર ઓક્સિજનની જરૂરિયાત કેટલી છે અને ઓક્સિજન માટે વૃક્ષો વાવવા કેટલા જરૂરી છે.
આ પણ વાંચો : જાણો: કોરોનાના કેવા લક્ષણો હોય તો દર્દીઓએ હોસ્પિટલમાં જવાની જરૂર નથી
લોકો વૃક્ષોને કાપવાના બદલે વૃક્ષારોપણ કરો
દિવ્યાંશ શહેરના જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ પર એકાદ- બે કલાક જેટલો સમય ઊભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરવા જણાવી રહ્યો છે. હાલના દિવસોમાં શુદ્ધ ઓક્સિજનની જરૂરિયાત તો લોકો સમજી રહ્યા છે. દિવ્યાંશના પિતા વિશાલ દૂધવાળા જણાવ્યું હતું કે, હાલ કોરોનાના દિવસોમાં લોકો હજી પણ જાગૃત થઈ રહ્યા નથી. કામ વિના લોકો ઘરેથી નીકળી રહ્યા છે. અમારા પુત્રના માધ્યમથી લોકોને અમે જણાવવા માગી રહ્યા છીએ કે, હાલ ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. લોકોને અપીલ છે કે જેમ બને તેમ વગર કામે ઘરેથી નીકળવાનું ટાળે. વૃક્ષોને કાપવાને બદલે વૃક્ષારોપણ કરે જો લોકો આવું નહીં કરે તો આ બાળકની જેમ લોકોને ઓક્સિજનની બોટલ સાથે લઈને ફરવું પડશે.