ETV Bharat / city

મ્યુકોરમાઈકોસિસ: જો સુરતના વેપારીએ 48 કલાક મોડું કર્યું હોત તો એક આંખ ગુમાવવાનો વારો આવતો

મ્યુકોરમાઈકોસિસના શિકાર બનેલા વેપારીએ જો 48 કલાક મોડું કર્યું હોત તો તેમને પોતાની એક આંખ ગુમાવવાની નોબત આવી હોત. મૂળ જૂનાગઢના અને સુરતમાં વેપાર કરતા વેપારીની એક આંખ સ્થિર થઈ ગઈ હતી. જૂનાગઢ અને રાજકોટમાં સારવાર મેળવ્યા બાદ પણ આંખમાં કોઈ મૂવમેન્ટ ન થતાં તેઓ સુરત ખાતે દાખલ થયા હતા. જ્યાં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ તેમને ખબર પડી કે તેમને મ્યુકોરમાઈકોસિસ જેવો ઘાતકી રોગ છે.

મ્યુકોરમાઈકોસિસ: જો સુરતના વેપારીએ 48 કલાક મોડું કર્યું હોત તો એક આંખ ગુમાવવાનો વારો આવતો
મ્યુકોરમાઈકોસિસ: જો સુરતના વેપારીએ 48 કલાક મોડું કર્યું હોત તો એક આંખ ગુમાવવાનો વારો આવતો
author img

By

Published : May 25, 2021, 4:11 PM IST

  • સુરતમાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો
  • સુરતથી જૂનાગઢ ગયેલા વેપારીને થયો મ્યુકોરમાઈકોસિસ
  • જો તેમને થોડુ પણ મોડું કર્યું હોત તો આંખ ગુમાવવી પડતી

સુરત : શહેરમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા 58 વર્ષીય ગોવિંદભાઈ સુરતમાં કોરોના સંક્રમણ વધતા જૂનાગઢ ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યાં જઈને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે કોરોનાને માત તો આપી દીધી હતી, પરંતુ થોડા દિવસો બાદ તેમને માથામાં અને તાળવામાં દુઃખાવો શરૂ થતા તેમણે જૂનાગઢ અને રાજકોટના ડોક્ટર્સને બતાવ્યું હતું. તેમ છતા પણ તેમને કોઈ રાહત ન થતા અંતે સુરતના ડૉ. સંદીપ પટેલના ત્યાં સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ તેમને મ્યુકોરમાઈકોસિસનું નિદાન થયું હતું.

મ્યુકોરમાઈકોસિસ: જો સુરતના વેપારીએ 48 કલાક મોડું કર્યું હોત તો એક આંખ ગુમાવવાનો વારો આવતો

એક આંખમાં કોઈ પણ મૂવમેન્ટ નહોતી

આ અંગે ગોવિંદ ભાઇએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ વધતા તેઓ જૂનાગઢ ચાલ્યા ગયા હતા, પરંતુ તેમની સ્થિતિ ખરાબ થતા તેઓએ જૂનાગઢ સહિત રાજકોટના ડોક્ટરને બતાવ્યું હતું. તેમ છતા તબિયતમાં કોઈ સુધાર ન આવતા તેઓ સુરત આવ્યા હતા. જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે, જો તેમણે સુરત આવવામાં 2 દિવસ વધુ મોડું કર્યું હોત તો તેમની એક આંખ કાઢવાની નોબત આવતી. તેમની એક આંખમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નહોતી અને આંખ પણ સૂજી ગઈ હતી. આ સાથે તેમને સતત માથામાં દુઃખાવો થઈ રહ્યો હતો. હાલ ટ્રીટમેન્ટ મેળવ્યા બાદ તેઓ સાજા થઈ ગયા છે.

ડૉ. સંદીપ પટેલ સાથે સ્વસ્થ થયેલા ગોવિંદભાઈ

આંખની પાછળ પહોંચેલા ફંગસ ને સાફ કરતા હોઈએ છે

ડૉ. સંદીપ પટેલના જણાવ્યા અનુસાર, ઘણા દર્દીઓ એવા આવે છે કે જેમની આંખો સ્થિર થઈ જતી હોય છે. આંખોમાં વિઝન હોય છે, પરંતુ કોઈપણ પ્રકારની મૂવમેન્ટ હોતી નથી. જો આવી સ્થિતિમાં એક કે બે દિવસ મોડું કરવામાં આવે તો આંખ કાઢવાની નોબત સર્જાઇ શકે છે. આવી પરિસ્થિતિમાં અમે આંખની પાછળ પહોંચેલા ફંગસને સાફ કરતા હોઈએ છે અને બે-ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ બાદ આંખોમાં મૂવમેન્ટ પણ શરૂ થઇ જતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.