- સુરતમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
- 71 સંસ્થાઓ મળીને કેક કાપવામાં આવી
- 71 કિલોની કેક કાપવામાં આવી
સુરત: શહેરના રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંસ્થા તથા શહેરની અલગ અલગ 71 સંસ્થાઓ મળીને આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 71 કિલોની કેક કાપવામાં આવી હતી. 71 કિલોમાં પણ અલગ અલગ કુલ પાંચ કેક બનાવામાં આવી હતી. તેમાં એક કેકમાં એમ લખવામાં આવ્યું હતું કે "વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે વર્ષ ગાંઠ પર હાર્દિક શુભકામનાએ "તો ગુજરાતીમાં લખવામાં આવ્યું હતું કે " લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 71માં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ." આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેક પોષણયુક્ત કેક બનાવવામાં આવી હતી. આ કટીંગ કર્યા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ તથા કુપોષણથી પીડાતા વિદ્યાર્થીઓને આ કેક આપવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંસ્થા દ્વારા તથા તેમના સાથે 71 સંસ્થાઓ જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 વર્ષના થયા તો 71 કિલોની કેક કાપવામાં આવ્યું હતું પરંતુ આ કેક કટિંગ દરમિયાન એક પણ વ્યક્તિએ તથા ભાજપના કાર્યકર્તાઓએ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોવિડ-19 નું સૂત્ર દો ગજ કી દુરી તથા મોઢા ઉપર માસ્ક છે જરૂરી. આજ સંસ્થાઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમના જ નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. ભાજપના જ મહિલા કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર નાચતા જોવા મળ્યા હતા.
1386 જેટલા બ્લડ એકત્રિત કર્યા છે
રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંસ્થા દ્વારા આ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેના સભ્યએ જણાવ્યું કે, મને આપ સૌને કહેતા ખુબ જ આનંદ થઈ રહ્યો છે કે 71 સંસ્થાઓ સાથે મળીને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસના પ્રોગ્રામ હતો. આ ત્રણ દિવસમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહીંયા પણ રાખવામાં આવ્યો હતો તથા વોર્ડમાં પણ રાખવામાં આવ્યો હતો. બધું મળીને અમારુ સંકલ્પ હતો કે, 710 બોટલનું હતું પરંતુ હું આનંદ સાથે કહી શકું છું કે અત્યાર સુધીમાં અમે 1386 જેટલા બ્લડ એકત્રિત કર્યા છે. એ ઉપરાંત આજરોજ અમે 71 કિલોની કેક કાપી હતી.
મોદીજી ભારતને હવે વિશ્વમાં નંબર વન બનાવે એ જ આશા: રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંસ્થા
વધુમાં તેમણે કહ્યું કે, આ કેક પોષણયુક્ત કેક છે. આ કેકમાં અમે દરેક પ્રકારના પોષણયુક્ત આહાર નાખ્યા છે. ફ્રૂટ્સ, ડ્રાયફ્રુટ છે. આ પોષણયુક્ત ખોરાક છે આ અમે જે બાળકો કુપોષણથી પીડિત છે તે બાળકોને અમે આપવા જઈ રહ્યા છીએ. શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને પણ આપવામાં આવશે. આંગણવાડીના બાળકોને સિવિલ હોસ્પિટલમાં આ કેક આપવામાં આવશે. અમારું ધ્યેય હતું ભારતના વડાપ્રધાન આટલા વર્ષો પછી આપણને મળ્યા છે. જેને કારણે સારું નેતૃત્વ મળ્યો છે. જેમણે ભારતને એશિયાનો ટાઈગર બનાવ્યો છે. હું આશા કરી રહ્યો છું કે ભારતને હવે વિશ્વમાં નંબર વન બનાવે એ જ આશા સાથે ફરીથી તેમને જન્મદિવસની શુભકામનાઓ લાંબુ આયુષ્ય જીવે તેવી પ્રાર્થના અને દેશનું સેવા અવિરત કરતા રહે.