ETV Bharat / city

સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પોતાના જ ઘરના બાથરૂમમાં ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થી શનિવારે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ તે પિતા સાથે સુઈ ગયો હતો. જે બાદ ઉઠીને કુદરતી હાજત માટે બાથરૂમમાં ગયો હતો. ઘણો સમય વીત્યા બાદ પણ તે બાથરૂમમાંથી બહાર ન આવતા માતા દરવાજો ખોલ્યો અને જોયું કે તે ગળામાં ફાંસો ખાઈ લટકેલો હતો. આ જોઈ તરફ તેની માતાએ બૂમાબૂમ કરી હતી. બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ લોકોએ વિદ્યાર્થીને નીચે ઉતાર્યો હતો. જોકે તેના શરીરમાં જીવ ન રહેતા તરત જ પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

News of suicide
News of suicide
author img

By

Published : Sep 25, 2021, 5:19 PM IST

  • સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
  • પોતાના ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • ધોરણ-8 ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં શનિવારે 12 વર્ષનો બાળક જે ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો, તેણે અચાનક જ પોતાના ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જોકે તરત પાડોશીઓ દ્વારા જ તેને નીચે ઉતારવામાં આવ્યો હતો પણ તેનામાં જીવ ન રહેતા પાડોશીઓએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસ દ્વારા ઘરના બાથરૂમમાં તપાસ કર્યા બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતા. પરિવારને જાણ નથી કે તેમના પુત્રએ કયા કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. હાલ પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ પણ વાંચો: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કરાયું લોકોનું કાઉન્સિલિંગ

મૃતકનો પરિવાર મૂળ યુપીના બાંદ્રાના વતની છે

મૃતકનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશમાં આવેલ બાંદ્રાના વતની છે. સુરતના પાંડેસરા રણછોડનગરમાં જ કરિયાણાની દુકાન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં ચાર સંતાનો હતા એમાંથી મૃતક સૌથી મોટો છોકરો હતો. બે દીકરી અને બે દીકરાઓ છે.

આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કૂદ્યો યુવક, વીડિયો વાયરલ

બાળકો માનસિક તણાવ બાબતે પરિવારને જાણ કરતા નથી: પાંડેસરા પોલીસ

આ બાબતે પાંડેસરા પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, શુક્રવારે પાંડેસરા રણછોડનગરમાં બાર વર્ષના બાળકે પોતાના ગળામાં કાળારંગની નાયલોન દોરી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે તપાસ ચાલી રહી છે. બાળકને સ્કૂલમાં પણ અમારી તપાસ શરૂ કરવામાં આવી છે. અમુક સમયે એવું બનતું હોય છે. વિદ્યાર્થીઓ પણ કોઈને કોઈ વાતને લઈને માનસિક તણાવમાં રહેતા હોય પરંતુ વિદ્યાર્થીઓ આ બાબતની જાણ પોતાને પરિવારને કરતા નથી. આ પણ ખૂબ જ વિચારવા જેવી બાબત છે. હજૂ સુધી કારણ બહાર આવ્યું નથી. અમારી તપાસ ચાલુ છે.

  • તારીખ 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સિનિયર સિટીઝન દંપતીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ સેટેલાઈટ વિસ્તારનો છે. જેમાં કોઈ યુવક-યુવતી કે વેપારી નહિ પરંતુ વૃદ્ધ દંપતીએ એક સાથે આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું.
  • બનાસકાંઠા જિલ્લાની કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ 1 સપ્ટેમ્બરે અમદાવાદની સાબરમતી નદીમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ યુવક બનાસકાંઠાની ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તો અન્ય વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીની આત્મહત્યા પાછળ કોલેજના સંચાલકો જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓએ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.