- આ પહેલા ઘણી બધી પેઈંટીંગો કરી છે
- પેઇન્ટિંગના આધારે હર્ષિલ પ્રજાપતિએ નરેન્દ્ર મોદીને 71 મા જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી
- મને આ પેઇન્ટિંગ-પોટ્રેડ બનાવતા બે દિવસ લાગ્યા: હર્ષિલ
સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં રહેતો તથા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 17 મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જન્મદિવસમાં દર વખતે માતા હીરાબાના આશીર્વાદ લેતો પેઇન્ટિંગ પોટ્રેડ બનાવ્યું છે. આ પેઇન્ટિંગ પોટ્રેઈટમાં મોદીજીના હાથમાં યથાર્થ ગીતા પણ જોવા મળી રહી છે.
મારા પપ્પા રત્ન કલાકાર છે, મારી મમ્મી ઘર કામ કરે છે: હર્ષિલ
વિદ્યાર્થીએ કહ્યું કે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. સરકારી પ્રાથમિક શાળામાં મેં મોદીજીનો પોટ્રેઈટ બનાવ્યો હતો. પહેલા બે સિંગલ અને પછી મને વિચાર આવ્યો કે, 17 સપ્ટેમ્બરે મોદીજીનો જન્મદિવસ છે. તો એમના વિશ માટે કઈ કરું તો મને વિચાર આવ્યો કે મોદીજી દર વર્ષે તેમની માતાને મળવા જાય છે. મોદીજી અને તેમની માતા હીરાબાનું જાતે પોટ્રેઈટ બનાવું મને એવો વિચાર આવ્યો હતો. પછી મેં બનાવવાનું શરૂ કર્યું. મને બે દિવસ લાગ્યા બનાવતા. પછી આજે બની ગયું પોટ્રેઈટ. મારા પપ્પા રત્ન કલાકાર છે. મારી મમ્મી ઘર કામ કરે છે. સિલાઇનું કામકાજ કરે છે. ઘરે મેં ગમે તેવું પેઇન્ટિંગ પોટ્રેઈટ બનાવું છું. જો સારૂ બને તો મમ્મી પપ્પા વખાણ કરે છે અને જો કોઈ ભૂલ હોય તો તેઓ મને સલાહ આપે છે.
આ પેઇટિંગ-સ્કેચ બનાવતા તેને બે દિવસનો સમય લાગ્યો: હર્ષિલ પ્રજાપતિના માતા
હર્ષિલ પ્રજાપતિના માતા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હર્ષિલને પેહલાથી જ પેઇન્ટિંગ સ્કેચ બનવાનો ખુબ જ શોખ છે. તે ઘણા બધા પેઇન્ટિંગ-સ્કેચ બનાવે છે. ક્રાંતિકારીથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીની બનાવી છે. સ્કૂલમાં પણ તે પેઇન્ટિંગ-સ્કેચમાં ખુબ જ મેહનત કરે છે. બાકીના વિષયોમાં પણ ખુબ જ મહેનત કરે છે. તે ધોરણ- 8 માં પ્રાથમિક શાળામાં આભ્યાસ કરે છે. હર્ષિતને બે દિવસ પેહલા વિચાર આવ્યો કે 17 સપ્ટેમ્બરના રોજ મોદીજીનો જન્મદિવસ છે. તેમને મને વિસ કરવું છે. તેમની માટે કઈ કરવું છે. તેણે મોદીજી બે સિંગલ પેઇન્ટિંગ બનાવ્યા પછી તેને વિચાર આવ્યો કે મોદીજી દર વર્ષે તેમની માતાને મળવા જાય છે. તો મારે તેમની માતા સાથે પેઇન્ટિંગ બનાવી છે. એનો મને ખુબ જ આનંદની વાત છે. આ પેઇટિંગ-સ્કેચ બનાવતા તેને બે દિવસનો સમય લાગ્યો છે. હું પોતે સિલાઈ મશીન ચાલવું છું.