ETV Bharat / city

ઈન્ટરનેશનલ નર્સિસ ડે: સુરતમાં 5,000 નર્સિંગ કોરોના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વિના આપી રહ્યાં છે સેવા-સુશ્રુષા

ગયા વર્ષે-2020ની પ્રથમ લહેર અને આ વર્ષની બીજી લહેર દરમિયાન નવી સિવિલના કુલ 140 નર્સ ભાઈ-બહેનો કોરોનાગ્રસ્ત થયા હતા. જે પૈકી 2 પુરૂષ અને 3 મહિલા નર્સ એમ 5ના દુઃખદ નિધન થયા છે. જ્યારે સ્મિમેરમાં કુલ 553 નર્સ ફરજ બજાવી રહ્યા છે. 56 એડમિન સ્ટાફ ઉપરાંત 149 નર્સિંગ વિદ્યાર્થીઓની પણ સેવા લેવામાં આવી રહી છે. સ્મીમેરના 553 નર્સિંગ સ્ટાફમાંથી 180 કોરોનાગ્રસ્ત થયા હતા. જે તમામ સ્વસ્થ થઈને ફરજ પર જોડાઈ ચૂક્યા છે.

નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ

author img

By

Published : May 12, 2021, 12:30 PM IST

  • ડોક્ટર્સ પછીની મહત્વની ભૂમિકા એટલે નર્સિંગ સ્ટાફ
  • નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ
  • 5000 નર્સિંગ કોરોના યોદ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે

સુરત: આજે ઈન્ટરનેશનલ નર્સિસ ડે છે. કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભૂમિકા નિભાવતું હોય તો તે નર્સિંગ સ્ટાફ છે. ડોક્ટર્સ સાથે ખભે-ખભા મિલાવી દર્દીઓની સારવારમાં તેઓ પણ કોઈપણ પ્રકારના ડર વગર, જીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે. સુરત શહેરની તમામ સરકારી અર્ધસરકારી, પાલિકા હેલ્થ સેન્ટર્સ ખાતે કુલ 5000 નર્સિંગ કોરોના યોદ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે અને શહેરને કોરોનામુક્ત રાખવામાં અગત્યનું યોગદાન આપી રહ્યાં છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં 680 નર્સિંગ ભાઈઓ-બહેનો કોરોના દર્દીઓની સેવા-સુશ્રુષામાં કર્તવ્યરત છે.

આ પણ વાંચો: સુરતઃ સિવિલ હોસ્પિટમાં સેનિટાઈઝેશન, ડિસઇન્ફેક્શન તેમજ સાફસફાઈની અવિરત કામગીરી કરતાં 1200 કોરોના યોદ્ધાઓ

એક વર્ષ ખરા અર્થમાં નર્સિંગ વર્ગ માટે અગ્નિપરીક્ષા સમાન

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા જણાવે છે કે, કોરોનાકાળનું છેલ્લું એક વર્ષ ખરા અર્થમાં નર્સિંગ વર્ગ માટે અગ્નિપરીક્ષા સમાન રહ્યું છે. એક વર્ષથી સુરતનો નર્સિંગ સ્ટાફ અવિરત કોરોના સામે લડી ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ બહેનો ઘર-પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે. જે તેમની કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સતત 8થી 10 કલાક PPE કીટ, માસ્ક અને ગ્લોવ્ઝમાં દર્દીઓને દરેક પ્રકારની મદદ કરવામાં પાછીપાની કરતા નથી.

આ પણ વાંચો: આરોગ્યના કર્મચારીઓનું સ્થાનિકો દ્વારા સન્માન

હેલ્થ અને હાઇજિન અને સાથે મોટિવેશન પણ આપવામાં આવે

સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે, સ્મિમેરમાં નર્સિંગ સ્ટાફમાં કોરોનાગ્રસ્ત થવા છતાં કોઈનું પણ અવસાન નોંધાયું નથી. સ્ટાફના હેલ્થ અને હાઇજિન અને સાથે મોટિવેશન પણ આપવામાં આવે છે. સ્ટાફગણ કોરોના સંક્રમિત થવા છતાં સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી સેવાની જવાબદારી પૂર્વવત્ વહન કરે છે. કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે. એમ ત્રિવેદી જણાવે છે.

માનવીય સેવાને પ્રાધાન્ય

નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે. ઘર-પરિવારના સભ્યોના સહકાર અને સંમતિથી આ મહામારીમાં ફરજથી વિશેષ જીવના જોખમે માનવીય સેવાને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું અનેરૂં ઉદાહરણ પૂરૂં પાડી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.