ETV Bharat / city

રાત્રિ કરફ્યૂમાં વાહન ન મળતા બિમાર પુત્રીને માતા દવાખાને લઈ જાય તે પહેલા જ મોત - surat child death

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકીનું સારવારના અભાવે મોત નીપજ્યું છે. અચાનક ઝાડા-ઊલટી થતા તેની માતાએ દીકરીને બચાવવા માટે હોસ્પિટલ તરફ દોડ લગાવી હતી. કર્ફ્યૂ હોવાના કારણે કોઈ ઓટોરિક્ષા કે મદદ માટે આવ્યું ન હતું.

સુરત
સુરત
author img

By

Published : Mar 25, 2021, 6:59 PM IST

  • હોસ્પિટલ પહોંચે તે પહેલા બાળકીનું મોત
  • તબિયત લથડતા માતાએ તેને ગોદમાં લઈ હોસ્પિટલ તરફ દોડ લગાવી
  • કર્ફ્યૂ હોવાના કારણે કોઈ વાહન મદદ માટે આવ્યુ નહિં

સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી ગોવાલક નગરમાં રહેલા મૂળ બિહારના વતની છોટુ મિસ્ત્રીની 5 વર્ષની બાળકી અર્ચનાને ગત રાત્રે અચાનક ઝાડા-ઊલટી શરૂ થતા તેની માતા ગભરાઈ ગઈ હતી અને તેણે પોતાની દીકરીને બચાવવા હોસ્પિટલ તરફ દોડ લગાવી હતી. રાત્રી કર્ફ્યુના કારણે કોઈ ઓટોરિક્ષા મળી ન હતી.

આ પણ વાંચો: માનવતાની હત્યા: માસ્ક કેમ નથી પહેર્યું? પોલીસની પૂછપરછ વચ્ચે ગર્ભમાં જ બાળકીનું મોત

માતા દિકરીને પોતાના હાથમાં ઉઠાવી પગપાળા હોસ્પિટલ જવા નીકળી

દીકરી અર્ચનાને બચાવવા તેની માતાએ કર્ફ્યૂ હોવા છતાં પગપાળા નવી સિવિલ હોસ્પિટલ તરફ જવા નીકળી હતી અને પાંડેસરાથી સોશિયો સર્કલ સુધી પહોંચી હતી ત્યાં તો તેની દીકરીએ સારવારના અભાવે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા.

દીકરીનું મોત થતા પરિવારમાં શોક છવાયો

મૃતક દીકરીને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા છે. વિધિની વક્રતા તો જુઓ અર્ચનાને બચાવવા માટે જે હોસ્પિટલમાં લઈ જવા તેની માતાએ કર્ફ્યુમાં પણ દોડ લગાવી હતી. તે જ સિવિલ હોસ્પિટલમાં આજે તેણે પોસ્ટમોર્ટમ માટે લઈ આવ્યા છે. પરંતુ જ્યારે જરુર હતી ત્યારે રાત્રે કર્ફ્યુ હોવાના કારણે કોઈ મદદ માટે બહાર પણ આવ્યું ન હતું અને બાળકીને સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં ચાંદીપુરમ વાઈરસની દેહશત, ૫ વર્ષીય બાળકીનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.