- સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંબિકા નદીમાં બની દુર્ઘટના
- એક જ પરિવારની 4 મહિલા સહિત 5 સભ્યો નદીમા ડૂબ્યા
- બે મહિલાઓના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા
સુરત: જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ નજીક આવેલી અંબિકા નદીમાં એક દુર્ઘટના બાની હતી. સુરતના એક જ પરિવારની 4 મહિલા સહિત 5 સભ્યો નદીમા ડૂબ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા હાલ બે મહિલાઓના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 3ની શોધખોળ હજુ શરૂ છે.
જોરાવરપીરની દરગાહ પર દર્શન અર્થે ગયા હતા
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર (ઉ.વ.36) પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. ત્યારે દુર્ઘટના બની હતી. જેમાં દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય લોકો ડૂબી ગયા હતા. આ ઘટના બાદ બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ સ્થાનિકોની મદદથી શોધખોળ હાથ ધરીવામાં આવી છે.
બેના મૃતદેહ મળી આવ્યા ત્રણની શોધખોળ શરૂ
સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરતા હાલ બે મહિલાઓની મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલી રહી છે. એક પરિવારના 2 ભાઈઓ માતા અને પત્નીઓ દર્શન બાદ ડૂબતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
મૃતકના નામ
- રૂક્ષામાલી સલીમશા ફકીર (માતા)
- પરવીનશા જાવીદશા ફકીર (પત્ની)
ગુમ થયેલાના નામ
- આરીકુશા સલીમશા ફકીર (નાનો ભાઈ)
- સમીમબી આરીકુશા ફકીર (નાના ભાઈની પત્ની)
- રૂક્ષારબી જાકુરશા ફકીર