ETV Bharat / city

સુરતમાં 5 કરોડનો તૈયાર થયો મેયર બંગલો - bungalow news

એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે, તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે.

બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા

author img

By

Published : May 28, 2021, 9:43 AM IST

  • મનપાની તિજોરી ખાલી થઇ રહી છે
  • બીજી તરફ 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર
  • બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા

સુરત: એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે, તો બીજી તરફ મેયરના બગલા પાછળ 5 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. શહેરના પ્રથમ નાગરિક મેંયરના અલાયદા નિવાસ સ્થાન તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થઇ છે. 4.83 કરોડના ખર્ચે મેયર બંગલો તૈયાર થઇ ચૂક્યો છે. આ પૈકી બંગલાના સુશોભન પાછળ સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

બીજી તરફ 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર

આ પણ વાંચો: રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય

સ્થાયી સમિતિએ 2017માં ઠરાવ કરી મેયર બંગલોના નિર્માણને મંજૂરીની મહોર મારી હતી

ઉધના-મગદલ્લા રોડ પર ભટાર ચાર રસ્તા નજીક આવેલા બ્રેડલાઈનર સર્કલ પાસે મેયરના બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5,983 ચો. મીટર એટલે કે 64,377 ચો.ફૂટ ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને દાયકાઓની પ્રતીક્ષા બાદ સતાવાર નિવાસ સ્થાન મળ્યું છે. લાંબા સમયથી સુરત સિટીના મેયર માટે પણ સતાવાર નિવાસ સ્થાન બનાવવામાં આવે તે અંગે હલચલ થઇ રહી હતી. આખરે સ્થાયી સમિતિએ ઓક્ટોબર 2017માં ઠરાવ કરી મેયર બંગલોના નિર્માણને મંજૂરીની મહોર મારી હતી.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ

વર્તમાન મેયરે બંગલાનો કબ્જો લીધો

શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘાવાલાએ વૈશાખ સુદ એક્મને દિવસે શુભ મૂહર્ત જોઈ મેયર બંગલોમાં કુંભ ઘડો મુક્યો હતો . આ પ્રસંગે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હેમાલી બોઘાવાલાએ બંગલાની ચાવી લઇ કબ્જો મેળવ્યો હતો.

બે ઝોનમાં વિભાજીત કરાયો બંગલો

મેયરનો આ બંગલો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પબ્લિક એક્ટિવી ઝોન અને પ્રાઈવેટ એક્ટિવી ઝોન તૈયાર કરાયા છે. જ્યારે પ્રથમ માળે પ્રાઈવેટ રેસીડેન્ટ ઝોન તૈયાર કરાયો છે. પ્રથમ માળે ત્રણ બેડરૂમ અને બે માસ્ટર બેડ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. 2,640 ચો.મી જમીનમાં વિવિધ એરિયા ડેવલપ કરવામાં આવ્યા છે. તો પબ્લિક એક્ટિવી ઝોનમાં બે ગેસ્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.