ETV Bharat / city

વેક્સિન લીધા પછી પણ સુરત મનપા વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને થયો કોરોના - કોરોના કેસ

કોરોનાની વેક્સિન લીધા પછી પણ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને કોરોના થયો છે. મુખ્ય કચેરીને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં પ્રથમ કિસ્સો છે જ્યાં રસી લીધા બાદ કોરોના ફરીથી થયો હોય.

મુખ્ય કચેરી સાત દિવસ માટે બંધ
મુખ્ય કચેરી સાત દિવસ માટે બંધ
author img

By

Published : Mar 9, 2021, 3:48 PM IST

  • પ્રથમ કિસ્સો: કોરોના રસીકરણ બાદ પણ કોરોના પોઝિટિવ
  • મુખ્ય કચેરીના વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને થયો કોરોના
  • મુખ્ય કચેરી સાત દિવસ માટે બંધ

સુરત: જિલ્લાના મહાનગરપાલિકાના ત્રણ ઈજનેરે કોરોનાની રસી લીધી હતી, પરંતુ બે ઈજનેરે રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. તકેદારીના ભાગરૂપે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. એક ઈજનેરના જણાવ્યા મુજબ, ઈલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાનું જણાવે છે. બીજો ડોઝ 3 માર્ચે લીધો હતો, પરંતુ ચાર દિવસ બાદ ખાંસી અને ગળામાં ઈન્ફેક્શન લાગતાં ઈજનેરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં કોરોના સંક્રમણ વધતા દર શનિ-રવિ મોલ અને સિનેમા બંધ

ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાનું અનુમાન

બીજો ડોઝ લે તે પહેલા પોઝિટિવ આવ્યા હોવાનો રિપોર્ટ ઈજનેરને મળ્યો હતો. આ ઈજનેરે 8 ફેબ્રુઆરીના રોજ વેક્સિન લીધી હતી, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા કેસમાં ઈજનેરે 1 ફેબ્રુઆરીએ પહેલો ડોઝ લીધો હતો, જ્યારે બીજી માર્ચે બીજો ડોઝ લીધો હતો, પરંતુ પાંચમા દિવસે સુખી ખાંસી આવતા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ઈલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન થતાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

ત્રણથી છ સપ્તાહ દરમિયાન માનવ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે

આ સમગ્ર બાબતે સુરત સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન માનવ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. જેથી જરૂરી નથી કે ડોઝ લીધા પછી કોરોના ન થાય.

પ્રથમ કિસ્સો: કોરોના રસીકરણ બાદ પણ કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.