ETV Bharat / city

સુરતમાં ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની ધરપકડ

પાંડેસરા વિસ્તારની ગેંગવોરમાં ફાયરિંગ કરી ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક દેશી હાથ બનાવટનો તમંચો, 2 ચાકુ, ઓટો રીક્ષા તથા મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની ધરપકડ
author img

By

Published : Jan 26, 2020, 11:24 PM IST

સુરત: લાંબા સમયથી 2 ગેંગ વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટમાં પાંડેસરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ સચિન મિશ્રા નામના યુવકની ગોળી મારી ત્રણ જેટલા ઈસમોએ હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મૃતક સચિન મિશ્રા ગુડ્ડુ ગેન્ગનો ગેંગસ્ટર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત સચિન મિશ્રા ઘરફોડ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. સચિન મિશ્રા લાજપોર જેલમાં બંધ હતા અને 2 દિવસ અગાઉ જામીન પર બહાર આવ્યો હતો. જ્યાં અન્ય ગેંગના 3 જેટલા સાગરીતોએ ઓટો રીક્ષામાં આવી તેના ફાયરિંગ કર્યું હતું. જેમાં સચિન મિશ્રાનું મોત થયું હતું.

ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની ધરપકડ

ફાયરિંગ અને હત્યાની આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમે આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચે ફાયરિંગ તેમજ હત્યાની આ ઘટનામાં 3 આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંટી ક્રિષ્ના મુરારી મિશ્રા, સ્વપ્નિલ ઉર્ફે નંદુ ભગવાન રાને, મહેન્દ્ર ઉર્ફે ધર્મેન્દ્ર કોઠારીની ધરપકડ કરી લીધી છે.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવ્યું કે, આરોપી દેવેન્દ્રએ દેશી હાથ બનાવટનો તમંચો પોતાના મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી ખરીદ્યો હતો. આરોપી દેવેન્દ્ર લાજપોર જેલમાં અન્ય ગુનામાં બંધ હતો, તે દરમિયાન સચિન મિશ્રા પણ લૂંટના ગુનામાં લાજપોર જેલમાં જ હતો અને ત્યાં સચિન મિશ્રાએ પોતાના સાગરીત સાથે મળી દેવેન્દ્રને માર માર્યો હતો. જેથી દેવેન્દ્ર લાજપોર જેલમાંથી સચિન મિશ્રની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો.

ઘટનામાં આરોપી દેવેન્દ્રએ હત્યા કરવા માટે હથિયાર પોતાના મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી ખરીદ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રશાંત પાટીલની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Intro:સુરત : પાંડેસરા વિસ્તારમાં ગેંગવોરમાં ફાયરિંગ કરી ગેંગસ્ટર ના સાગરીતની હત્યા કરનાર ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક દેશી હાથ બનાવટ નો તમંચો,બે છરા ,ઓટો રીક્ષા સહિત મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Body:છેલ્લા લાંબા સમયથી બે ગેંગ વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટ માં પાંડેસરા વિસ્તારમાં બે દિવસ અગાઉ સચિન મિશ્રા નામના યુવકની ગોળી મારી ત્રણ જેટલા ઈસમોએ હત્યા કરી નાખી હતી.... આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક સચિન મિશ્રા ગુડડું ગેંગનો ગેંગસ્ટર હોવાનું બહાર આવ્યું હતું.. ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સચિન મિશ્રા સંડોવાયેલો હતો..દરમિયાન ગેંગનો સાગરીત ગુડ્ડુ પણ અલગ-અલગ ગુનાઓમાં લાજપોર જેલમાં બંધ છે..દરમ્યાન બે દિવસ થયાને સચિન મિશ્રા લાજપોર જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યો હતો.જ્યાં અન્ય ગેંગના ત્રણ જેટલા સાગરીતોએ રેકી કર્યા બાદ ઓટો રિક્ષામાં આવી ફાયરીગ કરી સચિન મિશ્રા ને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ફાયરિંગ અને હત્યાની આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ,પીસીબી,એસઓજી અને સ્થાનિક પોલીસની ટિમ આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી હતી.દરમ્યાન ક્રાઇમ બ્રાંચે ફાયરિંગ તેમજ હત્યા ની આ ઘટનામાં ત્રણ આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંટી ક્રિષ્ના મુરારી મિશ્રા,સ્વપ્નિલ ઉર્ફે નંદુ ભગવાન રાને ,મહેન્દ્ર ઉર્ફે ધર્મેન્દ્ર કોઠારીને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દેશી હાથ બનાવટ નો તમંચો,બે છરા ,ઓટો રીક્ષા સહિત મોબાઈલ તેમજ રોકડ રકમ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવ્યું કે,આરોપી દેવેન્દ્રએ દેશી હાથ બનાવટ નો તમંચો પોતાના મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી ખરીધો હતો..આરોપી દેવેન્દ્ર લાજપોર જેલમાં અન્ય ગુનામાં બંધ હતો ,તે દરમ્યાન સચિન મિશ્રા પણ લૂંટના ગુનામાં લાજપોર જેલમાં જ હતો.જે વેળાએ સચિન મિશ્રાએ પોતાના સાગરીત સાથે મળી દેવેન્દ્ર ને માર માર્યો હતો.જે અદાવત રાખી દેવેન્દ્ર લાજપોર જેલમાંથી સચિન મિશ્રની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો.જ્યાં બે દિવસ અગાઉ જ બહાર આવેલા સચિન મિશ્રા ને તેની જ બેઠક નજીક પોતાના અન્ય બે મિત્રો સાથે ઓટો રિક્ષામાં આવી બે રાઉન્ડ ફાયરિંગ વડે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Conclusion:ઘટનામાં આરોપી દેવેન્દ્રએ હત્યા કરવા માટે હથિયાર પોતાના મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી ખરીધુ હતું ,જે પ્રશાંત પાટીલ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે..ત્યારે હાલ ત્રણેય આરોપીઓની હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બાઈટ :આર.આર.સરવૈયા ( એસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.