- સુરતના ક્લાસીસમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા
- કલાસીસના પ્રોફેસરો જ વિદ્યાર્થીઓને જવાબ લખાવતા પકડાયા
- નિરીક્ષકોને વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર શંકા જતા પકડાયા
સુરત: શહેરના વરાછા ત્રિકમનગરમાં ચલતા ક્લાસીસમાં B.comના પ્રથમ તેમજ બીજા વર્ષમાં અભ્યાસ કરતા 25 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી રહ્યા હતા. આ દરમિયાન યુનિવર્સિટીના એક્ઝામ કંટ્રોલ રૂમમાંથી કલાસીસના પ્રોફેસરો જ વિદ્યાર્થીઓને જવાબ લખાવતા હોવાનું જાણવા મળતા ગેરરિતી આચરતા વિદ્યાર્થીઓનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારબાદ ઓનલાઈન પરીક્ષામાં ગેરરિતી (Cheating in Online Exams) આચરતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
25 વિદ્યાર્થીઓ પકડાયા
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ના એક્ઝામ કંટ્રોલરૂમ દ્વારા શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગરમાં ચાલતા પરીક્ષા સેન્ટરમાં પ્રોફેસરોએ 25 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછવામાં આવેલા સવાલોના જવાબો લખાવતા પકડાઈ ગયા હતા. ત્યારબાદ યુનિવર્સિટીના એક્ઝામ કંટ્રોલ રૂમે આ બાબતની જાણકારી યુનિવર્સિટીના કુલપતિને આપી હતી. ત્યારે હાલ તો આ વિદ્યાર્થીઓને તેમના વિષયોમાં શૂન્ય માર્ક આપીને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
નિરીક્ષકોને વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર શંકા થઈ હતી
વીવિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. તે દરમિયાન ઓનલાઈન પરીક્ષામાં યુનિવર્સિટીના એક્ઝામ કંટ્રોલરૂમમાં નિરીક્ષકોને વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર શંકા થઇ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ સમગ્ર રેકોર્ડિંગ ફરીથી જોતા માલૂમ પડ્યું હતું કે, વિદ્યાર્થીઓેએ પરીક્ષામાં ગેરરીતી અપનાવી છે તથા ક્લાસીસના પ્રોફેસરોએ જ વિદ્યાર્થીઓને જવાબ લખાવ્યા છે. વાતની પુષ્ટિ થયા બાદ નિરીક્ષકોએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : CBSE Exam : ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમટેબલ કરાયું જાહેર, જાણો પેપરનું શેડ્યૂલ...
અન્ય ચાર ક્લાસીસની પણ તપાસ કરવામાં આવશે
એક્ઝામ કંટ્રોલ રૂમના નિરીક્ષક આઈ.બી.પટેલે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ઈન્ટરનેટનો પ્રોબ્લેમ હોવાનું જણાવીને નજીકના કલાસીસમાંથી પરીક્ષા આપવા મંજૂરી માગી હતી. અમે આ વિદ્યાર્થીઓ જે ક્લાસીસમાંથી પરીક્ષા આપી રહ્યા હતા. ત્યાંનું લોકેશન ટ્રેક કરીને પરીક્ષા દરમિયાન તેમની ગતિવિધિઓ પર નજર રાખતા તેઓ ગેરરિતી આચરતા ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો : NEET (UG)-2021: ફેઝ-2 ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો અંતિમ તારીખ સહીત તમામ વિગત
પ્રોફેસરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ક્લાસીસમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને જે સજા આપવાની હતી. તે આપી દેવામાં આવી છે અને ક્લાસીસના પ્રોફેસરો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.