ETV Bharat / city

પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ, રફ ડાયમંડના ભાવમાં 25 ટકાનો વધારો - પોલિશ્ડ હીરાની નિકાસ

એપ્રિલથી સપ્ટેમ્બર-2021 દરમિયાન પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ (Polished Lebgron Diamond)ની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ (Gems & Jewellery Industry)ને કોવિડ-19ની પરિસ્થિતિમાં સારો લાભ થયો છે. જો કે રફ ડાયમંડના ભાવમાં વૃદ્ધિ (Rise in The Price of Rough Diamonds) થતા ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે.

પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ

author img

By

Published : Oct 22, 2021, 7:43 PM IST

  • જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને કોરોનાકાળમાં પણ સારો લાભ
  • પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ
  • અમેરિકા, હોંગકોંગ અને ચીન સહિતના દેશોમાં સારી માંગ

સુરત: કોવિડ-19 ની પરિસ્થિતિ હોવા છતાં જેમ્સ એન્ડ જ્વેલરી (Gems & Jewellery Industry) ઉદ્યોગને ઘણો લાભ થયો છે. ખાસ કરીને સેકન્ડ ફેઝ બાદ અમેરિકા (America), હોંગકોંગ (Hong Kong) અને ચીન (China) સહિત અન્ય આંતરરાષ્ટ્રીય દેશોમાં સારી માંગના કારણે એક્સપોર્ટમાં વધારો થયો છે. ખાસ કરીને એપ્રિલથી સપ્ટેમ્બર-2021 દરમિયાન પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ (Polished Lebgron Diamond)ની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ થઈ છે.

રફ ડાયમંડના ભાવમાં વૃદ્ધિ

બીજી બાજુ રફ ડાયમંડના ભાવમાં વૃદ્ધિ (Rise in The Price of Rough Diamonds)થતા ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે. જો પોલિશ્ડ ડાયમંડના ભાવમાં વધારો ન થાય તો આવનાર દિવસોમાં ઉદ્યોગમાં મંદીના એંધાણ પણ ઉદ્યોગકારો જોઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની કુલ નિકાસમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2019-20ની તુલનાએ વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 19,942 કરોડ જ્યારે હીરા જડીત જ્વેલરીની નિકાસ 6,664 કરોડ થઈ છે.

જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ 1,40,412.94 કરોડની નિકાસ

નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સુરતમાંથી 12,000 કરોડથી વધુના કટ અને અને પોલિશ્ડ હીરાની નિકાસ નોંધાઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બર-2019માં થયેલી જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ 1,26,461.93 કરોડની નિકાસની તુલનાએ 2021ના સમાન ગાળામાં કુલ 1,40,412.94 કરોડની નિકાસ થઈ છે. જે પૈકી કટ અને પોલિશ્ડ ડાયમંડની કુલ નિકાસ 91,489.2 કરોડ રહેવા પામી છે. જે 2019ની તુલનાએ 26.98 ટકા એટલે કે 19,442 કરોડ વધુ છે.

પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ,

સિલ્વર જ્વેલરીની અંદર 153 ટકાનો ગ્રોથ નોંધાયો

હીરા જડિત જ્વેલરીઓની નિકાસ 17,761.38 કરોડની રહી છે. જે પણ 2019ના વર્ષની તુલનાએ 6,664 કરોડ રૂપિયા વધુ છે. પ્લેટિનમ જ્વેલરીની અંદર 230.84 ટકાનો ગ્રોથ, સિલ્વર જ્વેલરીની અંદર 153 ટકાનો ગ્રોથ, પ્લેટિનમ જ્વેલરીની અંદર 230.84 ટકાનો ગ્રોથ, સ્ટેટડ ગોલ્ડ જ્વેલરીની અંદર 64.42 ટકાનો ગ્રોથ આ વખતે નોંધાયો છે.

સુરત લેબગ્રોન હીરાના ઉત્પાદનનું હબ બનવા તરફ

સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થતા સુરતમાથી હીરા -ઝવેરાતની નિકાસમાં વધારો થયો છે.એપ્રિલથી સપ્ટેમ્બર-2021 દરમિયાન પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ થઈ છે.

રફના ભાવમાં 25 ટકાનું વધારો

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દેશોમાં જ્વેલરીની સારી ડિમાન્ડ આ વખતે પણ જોવા મળી રહી છે, પરંતુ રફના ભાવમાં 25 ટકાનો વધારો થવાના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે. જો પોલિશ્ડના ભાવમાં વધારો ન થાય તો દિવાળી પછી મંદીના એંધાણ પણ છે. આ વખતે પણ 25થી 15 દિવસ સુધીનું દિવાળી વેકેશન રહેશે.

આ પણ વાંચો: યુરોપિયન દેશોમાં Environmental Electricity મળશે : આ પ્રોજેકટમાં Gujaratis સિંહફાળો આપી રહ્યાં છે

આ પણ વાંચો: Theft of Rs 1 crore: પિતાનું દેવું ઉતારવા માટે બે ભાઈઓએ સુરતમાં 1 crore રૂપિયાની ચોરી કરી, મધ્યપ્રદેશથી ઝડપાયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.