- 2 વિદ્યાર્થીઓ સહિત 4ની ધરપકડ કરવામાં આવી
- ઓરિસ્સાથી આવનારી ટ્રેનમાં ચાર વ્યક્તિઓ લાવી રહ્યા હતા 202 કિલો ગાંજો
- 20 લાખથી વધુનો જથ્થો ઝડપાયો
સુરતઃ રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજે મંગળવારે સુરત રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઓરિસ્સાથી સુરત આવનારી ટ્રેનમાં ચાર વ્યક્તિઓ પોતાની સાથે મોટા જથ્થામાં ગાંજો લાવી રહ્યા છે. આ બાતમીના આધારે સુરત રેલવે પોલીસ દ્વારા અને LCB, GRP સાથે મળીને આ એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 2 વિદ્યાર્થીઓ સહિત 4 વ્યક્તિઓને 202 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે, આ ગાંજાનો એટલો મોટો જથ્થો કોને આપવા માટે લાવ્યા છે અને આ ગાંજાનો વેપાર કેટલા સમયથી કરી રહ્યાં છે અને કેટલી વાર ઓરિસ્સાથી સુરત ગાંજો લાવ્યા છે, તે બધા જ બાબતોની તપાસ હાલ ચાલી રહી છે અને 20 લાખથી વધુમાં ગાંજાનો જથ્થો છે એવુ અનુમાન છે.
4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી
સુરત રેલવે સ્ટેશન ઉપરથી સુરત રેલવે પોલીસ દ્વારા પ્લેટફોર્મ નંબર 1 પરથી 202 કિલો ગાંજા સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ચાર વ્યક્તિઓમાંથી 2 વિદ્યાર્થીઓ છે.
ગાંજાના 4 આરોપીઓ
1). અજય અપલ જૈના તેની ઉંમર 22 વર્ષ છે અને હાલ અભ્યાસ કરી રહ્યો છે. રહે. ગામ- સુમંડલ પોસ્ટ. સુમંડલ તા.કોદલા જી. ગંજામ (ઓરીસ્સા) તેની પાસે 2- વજનદાર કોથળા મળી આવ્યા છે.
2). સુર્યનારાયણ સમીર રમેશચંદ્ર શાહુ ઉંમર 20 વર્ષનો છે અને હાલ અભ્યાસ કરી રહ્યો છે. રહે. ગામ- કોદલા, ઇન્ડીયન પેટ્રોલપંપની બાજુમાં ,સચીના રોડ, તા.થાના. કોદલા જિ.ગંજામ (ઓરિસ્સા) તેની પાસેથી 1 - વજનદાર કોથળા મળી આવ્યા છે.
3). પીન્ટ બિબાધરા પોલાઇ ઉંમર 22 વર્ષનો છે અને હાલ મજુરી કામ કરે છે. રહે. ગામ- કોરલા, ભાઇગા સાહી (મહોલ્લો) જગન્નાથ મંદીરની બાજુમાં તા.થાના. કોદલા જિ.ગંજામ (ઓરિસ્સા) તેની પાસે 2- વજનદાર કોથળા મળી આવ્યા છે.
4). હરા જોગીન્દર શાહુ ઉંમર 22 વર્ષનો છે અને હાલ સંચાખાતામાં મજુરી કરે છે. હાલ, આશાપુરી- ગલી નંબર- 1 ભાડેથી, પાંડેસરા સુરત. મુળ.ગામ. સુમંડલ , પંજાબી સાહી (મહોલ્લો) પોસ્ટ. સુમંડલ તા.કોદલા જિ. ગંજામ (ઓરિસ્સા)
આ બધાજ આરોપી પાસેથી ગાંજો મળી આવ્યો છે.