ETV Bharat / city

સુરતમાં ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાની કિંમતના ખાદ્ય તેલના 20 ડબ્બા ચોરાયા - અમરોલી મહાદેવ મંદિરની બાજુમાં

સુરતમાં છેલ્લા કેટલાક મહિનાથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના લોકોમાં હેરાનગતિ જોવા મળી રહી છે. આવા સમયે સુરતમાં 20 જેટલા ખાદ્ય તેલના ડબ્બા ચોરાઈ જતા ચકચાર મચી હતી. જોકે, સુરત અમરોલી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાના તેલના ડબ્બા ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાની કિંમતના ખાદ્ય તેલના 20 ડબ્બા ચોરાયા

author img

By

Published : Jun 1, 2021, 3:03 PM IST

  • સુરતમાં ખાદ્ય તેલના ભાવ વધારા વચ્ચે ખાદ્ય તેલના ડબ્બા ચોરાયા
  • ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાની કિંમતના 20 ડબ્બા ચોરાયા
  • સુરત અમરોલી પોલીસમથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી

સુરત: છેલ્લા કેટલાક મહિનાથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે મધ્યમ વર્ગીય પરિવારને મુશ્કેલી થઈ રહી છે. તો બીજી તરફ સુરતમાં 20 જેટલા ખાદ્ય તેલના ડબ્બા ચોરાઈ જતા લોકોમાં ચકચાર મચી છે. આ અંગે સુરત અમરોલી પોલીસમથકમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. તસ્કરો ટેમ્પામાં મુકેલા 56,800 રૂપિયાની કિંમતના ખાદ્ય તેલના 20 ડબ્બા ચોરી ગયા હતા.

આ પણ વાંચો- ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી

અમરોલી મહાદેવ મંદિરની બાજુમાંથી થઈ ચોરી

રાજ્યમાં સતત ખાદ્ય તેલના ભાવ વધારો થઈ રહ્યો છે. મધ્યમ વર્ગના લોકો પણ તેલની ખરીદી કરતા 100 વખત વિચારે છે. આવી પરિસ્થિતિ વચ્ચે સુરતમાં ખાદ્ય તેલના ડબ્બા ચોરાઈ ગયા છે. આ અંગેની ફરિયાદ અમરોલી પોલીસમથકમાં નોંધાઈ છે. અમરોલી મહાદેવ મંદિરની બાજુમાં એક આઈસર ટેમ્પામાંથી રૂપિયા 56,800 રૂપિયાની કિંમતના 20 જેટલા નાના-મોટા ખાદ્ય તેલના ડબ્બાની ચોરી થતા અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- ભીડવાળી જગ્યાએ લોકોના ખિસ્સામાંથી પર્સ સેરવી ચોરી કરતી ટોળકી ઝડપાઇ

ચોર ટેમ્પામાંથી 56,800 રૂપિયાની કિંમતના 20 જેટલા તેલના ડબ્બાઓ ચોરી કરી ફરાર

અમરોલી રઘુવીર સોસાયટીમાં રહેતા રાધે મનુભાઈ બ્રહ્મભટ્ટ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. રાતે ગરબડના ટ્રાન્સપોર્ટના આઈસર ટેમ્પામાં અશ્વિન વનસ્પતિ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના 20 જેટલા ખાદ્ય તેલના ડબ્બા આવેલા હતા. તે દરમિયાન આ ખાદ્ય તેલના ડબ્બા સંગ્રહ કરેલા હતા. કોઈ અજાણ્યો ચોર ટેમ્પામાંથી 56,800 રૂપિયાની કિંમતના 20 જેટલા તેલના ડબ્બાઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ અંગે અમરોલી પોલીસ મથકમાં ટ્રાન્સપોર્ટના મેનેજર રાકેશ બ્રહ્મભટ્ટે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.