ETV Bharat / city

વોચમેનને પોલીસ કર્મચારીઓ દ્વારા બર્બરતાપૂર્વક ફટકારવા મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ - 2 policemen suspended for brutally hitting Watchmen

ભટાર વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષના વોચમેનને પોલીસ કર્મચારીઓ દ્વારા બર્બરતાપૂર્વક ફટકારવા મામલે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વોચમેનને મારવા મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જ્યાં ઘટનાની ગંભીર નોંધ સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી હતી.

2 policemen suspended for brutally hitting Watchmen
વોચમેનને પોલીસ કર્મચારીઓ દ્વારા બર્બરતાપૂર્વક ફટકારવા મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ
author img

By

Published : May 25, 2020, 6:29 PM IST

સુરત: ભટાર વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષના વોચમેનને પોલીસ કર્મચારીઓ દ્વારા બર્બરતાપૂર્વક ફટકારવા મામલે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વોચમેનને મારવા મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જ્યાં ઘટનાની ગંભીર નોંધ સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી હતી. કર્ફ્યૂ દરમિયાન આંટાફેરા મારી રહેલા વોચમેનને બેરહમીપૂર્વક માર મારવાના મામલે આ સમગ્ર ઘટનાનો અહેવાલ મીડિયાએ પ્રકાશિત કરતા અધિકારીઓએ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

સુરતના ભટાર વિસ્તારમાં સંકલ્પ શોપિંગ સેન્ટર આવેલું છે. દરમિયાન બે દિવસ અગાઉ શોપિંગ સેન્ટરના વોચમેન બહાદુરસિંહને ખટોદરા પોલીસના કર્મચારીઓ દ્વારા બેરહમીપૂર્વક સાંજના સમય દરમિયાન ફટકારવામાં આવ્યો હતો. પોલીસ મથકના બંને કર્મચારીઓ દ્વારા વારાફરતી માત્ર 37 સેકન્ડમાં 12 જેટલા ડંડા વોચમેન પર વરસાવવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા મીડિયા દ્વારા આ સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જ્યાં મીડિયા અહેવાલ બાદ સુરત પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશ બાદ આખરે બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વોચમેન જોડે થયેલી બર્બરતાનો કિસ્સો ઉજાગર કરનાર મીડિયાના અહેવાલનો પડઘો જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.