સુરત: 15મી ઓક્ટોબર એટલે કે ભારતના મિસાઈલ મેન એવા સ્વ. અબ્દુલ કલામનો જન્મદિવસ. જેને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સંશોધન કરી રહેલા યુવાઓને માટે અબ્દુલ કલામ પ્રેરણારૂપ છે અને એટલે જ સુરતના બે એન્જીનિયર ભાઈઓ દ્વારા હાર્ડવેર રિસર્ચના ડિજિટાઈઝેશન માટે નિ:શુક્લ ઓનલાઈન ડેટા શેરિંગ પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરતના 4 એન્જિનિયર દ્વારા તૈયાર કરાઇ ડાયમંડ મર્ચન્ટે એપ
અબ્દુલ કલામનું સમગ્ર જીવન જ યુવાઓ માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે. આજે પણ યુવાઓ તેમના દ્વારા આપવામાં આવેલી શીખને અનુસરીને સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતના એન્જીનિયર ભાઈઓ હર્નિશ રાજપૂત અને ધર્મેશ રાજપૂત દ્વારા નિઃશુલ્ક પ્લેટફોર્મ વિકસાવાયું છે.
આ પણ વાંચો : આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ બનાવી 150 કિલો વજનનું વહન કરતી ઇ-બાઈક
જેની નોંધ સ્ટાર્ટ અપ ઇન્ડિયા દ્વારા પણ કરવામાં આવી છે. આ એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટને ઘરે બેસીને પણ કરી શકે છે, એટલું જ નહીં પરંતુ જે તે વિષયમાં થયેલા સંશોધનને પણ આ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે. જેથી આ વિષયને લગતા અન્ય સંશોધન માટે તેનો ઉપયોગ પાયા તરીકે કરી શકાય.
22 વર્ષીય હર્નિશ રાજપુતે કહ્યું કે, કોરોના કાળમાં જ્યારે શિક્ષણ સંસ્થાઓ સામાન્ય રીતે કાર્ય કરવા માંગે છે. આ સમયે જ્યારે ઓનલાઈન ભણતર જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. ત્યારે રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ કે, જેઓ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેમની મદદ માટે એવા પ્રકારના પ્લેટફોર્મની જરૂર હતી. આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ હાર્ડવેર રિસર્ચ અને પ્રોજેકટના ડિજિટાઈઝેશનનો છે. જેથી વધુ પ્રમાણમાં જ્ઞાન અને સંશોધનની આપ-લે કરી શકાય.