ETV Bharat / city

અહીં 12,000 વૃક્ષો આપે છે સતત ઓક્સિજન - continuous oxygen in surat

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં નાના મોટા કુલ 228થી વધુ બગીચાઓ બનાવવામાં આવ્યા છે. એમાંથી સુરતમાં બે બગીચા એવા છે, જેમાં ચોવીસ કલાક ઓક્સિજન આપનારા વૃક્ષો લગાવવામાં આવ્યા છે. 24 કલાક ઓક્સિજન આપનારા આ વૃક્ષોની સંખ્યા બન્ને બાગમાં કુલ 12 હજારથી પણ વધુ છે.

oxygen park in surat
oxygen park in surat
author img

By

Published : Oct 23, 2020, 11:01 PM IST

સુરત : વિશ્વમાં સૌથી વિખ્યાત શહેર સુરતમાં એક તરફ ઊંચી ઊંચી ઇમારતો અને ઉદ્યોગો જોવા મળે છે, ત્યારે બીજી બાજુ સુરતને હરિયાળું બનાવવા માટેની કવાયત પણ સુરત મહાનગર પાલિકા દ્વારા જોરશોરમાં ચાલી રહી છે. આજ કારણ છે કે, સુરતમાં બે બગીચા એવા બનાવવામાં આવ્યા છે કે, જેમાં ચોવીસ કલાક ઓક્સિજન આપનારા વૃક્ષો લગાવવામાં આવ્યા છે. 24 કલાક ઓક્સિજન આપનારા વૃક્ષોની સંખ્યા બન્ને બાગમાં 12 હજારથી પણ વધુ છે.

અહીં 12,000 વૃક્ષો આપે છે સતત ઓક્સિજન

24 કલાક ઓક્સિજન લોકોને પ્રદાન કરે છે

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં નાના મોટા કુલ 228થી વધુ બગીચાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં વૃક્ષો અને છોડ જોવા મળે છે, પરંતુ આ વચ્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ બે બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ બન્ને બગીચાઓને ઓક્સિજન બગીચા કહેવામાં આવે છે. જેની પાછળનું મુખ્ય કારણ એ કે, આ બન્ને ભાગોમાં એવા વૃક્ષો લગાડવામાં આવ્યા છે કે, જે 24 કલાક ઓક્સિજન લોકોને પ્રદાન કરે છે. આ સાંભળીને આશ્ચર્ય ચોક્કસ થશે, પરંતુ સુરતમાં બન્ને બાગોમાં 24 કલાક ઓક્સિજન આપનારા વૃક્ષોની સંખ્યા 12 હજારથી વધુ છે.

ઓક્સિજન પાર્ક
1.30 કરોડના ખર્ચે બન્ને પાર્ક તૈયાર

1.30 કરોડના ખર્ચે બન્ને પાર્ક તૈયાર

સુરતના ભીમરાડ અને ઉતરાણ ખાતે આ બન્ને ઓક્સિજન પાર્ક પાલિકાના બાગ બગીચા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આશરે 1.30 કરોડના ખર્ચે બન્ને પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ બન્ને બાગમાં પીપળા, વડ, લીમડા, રબર પ્લાન્ટ, ફાયકસ, એરીકા પામ, પાંડાનસ, હરિદ્વાર તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એલોવેરા સ્પાયાડર લીલી, પીસ લીલી, ડ્રેસીના ટ્રાય કલર જેવા 24 કલાક ઓક્સિજન આપનારા વૃક્ષ છે.

oxygen park in surat
ઓક્સિજન પાર્કમાં વાવેલા વૃક્ષોની યાદી

પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે પાર્ક

આ બન્ને ઓક્સિજન પાર્ક અંગે સુરત મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગના અધિકારી ડૉ. એસ. જી. ગૌતમે જણાવ્યું હતું કે, શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે પાલિકા દ્વારા આ બન્ને ઓક્સિજન પાર્ક તૈયાર કરાયા છે. જેથી લોકોને શુદ્ધ હવા અને હરિયાળી સુરતમાં મળી રહે. બન્ને પાર્કમાં 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષોની સંખ્યા 12 હજારથી પણ વધુ છે, સ્થાનિક લોકોને સ્વચ્છ હવા 24 કલાક મળી રહે તેવા ઉમદા હેતુથી આ બન્ને પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.