સેલવાસ એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ બિહાર વિધાનસભામાં JDU એ ભાજપ સાથે છેડો ફાડી RJD સાથે સરકાર બનાવી ભાજપને લપડાક ફટકારી છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયતના ( JDU Dadra Nagar Haveli District ) JDU 15 સભ્યોએ ભાજપનો ખેસ ( JDU District Panchayat members joins BJP )પહેરી લીધો છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના કુલ 20 સભ્યો પૈકી હવે 18 સભ્યો સાથે ભાજપ સત્તામાં આવશે.
હવે ભાજપની 18 બેઠકો થઈ દાદરા નગર હવેલીમાં ચાર દિવસથી રાજકીય હલચલ ચાલી રહી હતી. જેમા JDU ના જિલ્લા પંચાયત ( JDU Dadra Nagar Haveli District ) અને પાલિકાના સભ્યોને ભાજપામા જોડવાની રાજનીતિ ચાલી રહી હતી. DNH જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો છે. જેમાથી 3 જ સીટ ભાજપ પાસે હતી. બાકીની 17 બેઠકો જેડીયુના સભ્યો કબ્જે કરીને બેઠા હતાં. જેમાથી હાલમા જિલ્લા પંચાયતના 15 સભ્યોએ ભાજપ સંગઠનને સમર્થન આપી JDUમાંથી રાજીનામું આપ્યુ છે. જે અંગે સેલવાસ કલેક્ટરને લેખિત પત્ર સોપવામાં આવ્યો હતો. જે બાદ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે 15 સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલના હસ્તે ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ ( JDU District Panchayat members joins BJP )અપાયો હતો.
મોદી સરકાર વિકાસ માટે સમર્પિત છે સેલવાસ પાલિકામાં ભાજપાની સત્તા છે અને હવે જિલ્લા પંચાયતના જેડીયુના 15 સભ્યો સામેલ થતાં જિલ્લા પંચાયતમાં ( JDU Dadra Nagar Haveli District )પણ હવે ભગવો લહેરાશે. જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવરે આ પરિવર્તન ( JDU District Panchayat members joins BJP ) અંગે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર પર વિશ્વાસ છે. મોદી સરકાર વિકાસ માટે સમર્પિત છે. જેથી મોદીજીના નેતૃત્વમાં કામ કરીશું.
જિલ્લા પંચાયતમા હવે વિકાસનું ટ્રિપલ એન્જિન દોડશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમાં અમે પ્રદેશને ભાજપમય કરીશુ. જેમાં આ પ્રથમ તબક્કે જ મહત્વની સફળતા મળી છે. કેન્દ્ર અને પ્રદેશ અને જિલ્લા પંચાયતમાં હવે વિકાસનું ટ્રિપલ એન્જિન દોડશે.
નિતીશના RJD ગઠબંધનનો વિરોધ જિલ્લા પંચાયતની જેમ સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્ય સુમનભાઈ પટેલે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. અટલ ભવન ખાતે સ્વાગત સમારોહમાં જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણે જણાવ્યુ કે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારના નેતૃત્વમાં સંયુક્ત જનતા દળે ભાજપનો સાથ છોડી દીધો છે. ભ્રષ્ટ અને પરિવારવાદી પાર્ટી એવી રાષ્ટ્રીય જનતા પાર્ટીને (આરજેડી)સમર્થન આપ્યું છે. આ નિર્ણય વિરુદ્ધ DNH જિલ્લા પંચાયત ( JDU Dadra Nagar Haveli District ) સભ્યોએ જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે. DNH જિ. પં.માં કુલ 20 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં 17 સભ્યો જેડીયુના અને 3 સભ્યો ભાજપના છે. સોમવારે જેડીયુના 15 સભ્યો વિધિવત ભાજપમાં ( JDU District Panchayat members joins BJP )જોડાયા છે. હજુ બે જેડીયુ સભ્યોએ ભાજપમાં પ્રવેશવા અંગેનો નિર્ણય લીધો નથી.
JDU ભાજપમાં જોડાયેલ સભ્યોના નામ JDUમાંથી ( JDU Dadra Nagar Haveli District ) ભાજપમાં જોડાયેલ સભ્યોના નામ જોઈએ તો વૈશાલી પટેલ દાદરા, વંદનાબેન પટેલ નરોલી, જશોદાબેન પટેલ ખરડપાડા, ગોવિંદભાઇ ભુજાડા ગલોન્ડા, મીનાબેન વરઠા કિલવણી, રેખાબેન પટેલ મસાટ, દીપકકુમાર પ્રધાન રખોલી, પ્રવીણભાઈ ભોયા સાયલી, દીપકભાઈ પટેલ આંબોલી, વિજય ટેમ્બરે કૌચા, મમતાબેન સવર દુધની, નિશાબેન ભાવર ખાનવેલ, સુમનબેન ગોરખના રુદાના, પાર્વતીબેન નડગે માંદોની,વિપુલભાઈ ભુસારા સિંદોનીનો સમાવેશ થાય છે. સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્ય સુમનભાઈ પટેલે પણ ભાજપાનો ખેસ ( JDU District Panchayat members joins BJP ) ધારણ કર્યો છે. આ અવસરે ભાજપા પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, સ્ટેટ સેક્રેટરી વિજ્યા રાહટકર, સ્ટેટ જનરલ સેક્રેટરી વિવેક ધાડકર, પ્રદેશના પદાધિકારીઓ કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.