ETV Bharat / city

દાદરા નગર હવેલી પેટા ચૂંટણીનું મતદાન: સવારે 11 વાગ્યા સુધીમાં 23.44 ટકા મતદાન નોંધાયું - Dadra Nagar Haveli Election

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 30મી ઓક્ટોબરે શનિવારે લોકસભાની પેટા ચૂંટણી (dadra nagar haveli by election) નું મતદાન યોજાઈ રહ્યું છે. દાદરા નગર હવેલીમાં આ પેટા ચૂંટણીમાં 4 પક્ષના ઉમેદવારો મેદાને છે. જે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કર્યાં બાદ વહેલી સવારે 333 મતદાન બુથ પર મતદાન (voting) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મતદાન બુથ પર મતદારોએ મતદાન માટે કતાર લગાવી હતી. મતદારોએ મતદાન કરી પેટા ચૂંટણીમાં નવા ઉમેદવારને પસંદ કરવાનો ઉત્સાહ બતાવ્યો હતો. વડિલ મતદારો સાથે પ્રથમવાર મતદાન કરનાર યુવાઓ પણ ઉત્સાહિત છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Oct 30, 2021, 10:11 AM IST

Updated : Oct 30, 2021, 1:18 PM IST

  • લોકસભા પેટા ચૂંટણીમાં યુવા મતદારોમાં ઉત્સાહ
  • 11 વાગ્યા સુધીમાં 23.44 ટકા મતદાન નોંધાયું
  • યુવાનોએ અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી
  • તમામ મથકો પર કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન

દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણી (dadra nagar haveli by election) માં ઝંપલાવનાર ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP ના ઉમેદવાર માટે શનિવારે વહેલી સવારથી મતદાન (voting) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. સંઘપ્રદેશમાં યોજાઈ રહેલા મતદાનમાં આ વખતે ભાજપના મહેશ ગાંવિત, શિવસેનાના કલા ડેલકર, કોંગ્રેસનાં મહેશ ધોડી અને BTP ના ગણેશ ભુજોડા મેદાનમાં છે. દાદરા નગર હવેલીમાં કુલ 2,58,838 મતદારો છે. પ્રશાસને 333 મતદાન બુથ ઉભા કર્યા છે. જેમાં 9 સંવેદનશીલ મતદાન મથક છે.

દાદરા નગર હવેલીમાં પેટા ચૂંટણીના મતદાનનો પ્રારંભ

સવારે 7 વાગ્યા થી સાંજ ના 7 વાગ્યા સુધી મતદાન થશે

મતદાન મથક પર અન્ય મતદારો સાથે વહેલી સવારથી જ યુવા મતદારો પણ મતદાન માટે પહોંચ્યા હતાં અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયેલા મતદાનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાવર્ગ ભાગ લેતા જોવા મળ્યા હતા. આ મતદાનમાં વડીલ મતદારો સાથે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં પણ ઉત્સાહ વાર્તાય રહ્યો છે. ચૂંટણી કમિશ્નરના આદેશ મુજબ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. જેમાં વહેલી સવારથી 11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 23.44 ટકા નોંધાઇ હતી.

દાદરા નગર હવેલી પેટા ચૂંટણીનું મતદાન: તમામ મથકો પર કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન

મતદારોએ ઉત્સાહ સાથે કર્યુ મતદાન

પેટા ચૂંટણીના મતદાન માટે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યા હતાં. ત્યારે મતદાન કરી મતદારોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં. મતદારોએ જણાવ્યું હતું કે, મતદાન કરીને ખુબ જ સારું લાગ્યું છે. દરેક નાગરિકનો આ અધિકાર છે. દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મતદાનથી સારા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. મતદાનથી દૂર ભાગવું જોઈએ નહીં. તો, મતદાનની પ્રક્રિયા ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હોવાનું જણાવી અહીં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેને મતદારોએ વખાણી હતી. મતદાન કરી ખુબ જ ખુશી અનુભવતા મતદારોએ આ પેટા ચૂંટણીમાં નવા ઉમેદવારને પસંદ કરવાનો ઉત્સાહ બતાવ્યો હતો. તમામ બુથ પર સુંદર વ્યવસ્થા ઉભી કરી હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

સવારે 11 વાગ્યા સુધીમાં 23.44 ટકા મતદાન નોંધાયું

આ પણ વાંચો: Shivsena અને Congress લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ડ્રગ્સ મામલે NCB એ યોગ્ય તપાસ કરવી જોઈએ: Rupala

તહેવારને કારણે મતદાન ઓછું થવાની શક્યતા

વહેલી સવારે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 7 વાગ્યાને બદલે સવા સાત થી શરૂ થઈ હતી. એકાદ બે મતદાન બુથ પર શરૂઆતમાં જ ટેક્નિકલ ખામીઓ સર્જાઈ હતી. મતદાન બુથ પર મતદારોએ મતદાન કર્યું હતું. આ વખતે મતદાન (voting) ગત વખતના મતદાનની ટકાવારી કરતા ઓછું મતદાન નોંધાય તેવી ધારણા છે. કેમ કે દિવાળીનો તહેવાર હોય પર પ્રાંતીય મતદારો વતન જવા માટે પ્રયાણ કરી ચુક્યા છે.

દાદરા નગર હવેલીમાં પેટા ચૂંટણીના મતદાનનો પ્રારંભ, તહેવારને કારણે મતદાન ઓછું થવાની શક્યતા

આ પણ વાંચો: DNH By-Election ની લડાઈ તાનાશાહી-અન્યાયની સામે ન્યાયની લડાઈ છે: Aditya Thackeray

1700 જેટલા સુરક્ષા જવાનો તૈનાત

મતદાન (voting) બુથ પર સુરક્ષા વ્યવસ્થા અને કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. આ ચૂંટણીમાં અંદાજીત 1700 જેટલા સુરક્ષા જવાનો અને મતદાન બુથની કામગીરી માટે 1500 જેટલો સ્ટાફ ફળવામાં આવ્યો છે.

ભાજપ- શિવસેના વચ્ચે મુખ્ય મુકાબલો

લોકસભાની આ પેટા ચૂંટણી (dadra nagar haveli by election) માં ભાજપના મહેશ ગાંવીત અને શિવસેનાના કલા ડેલકર વચ્ચે મુખ્ય મુકાબલો છે. બન્ને પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. મુખ્ય આધાર ગ્રામ્ય મતદારોનો છે અને ગ્રામ્ય મતદારોની સંખ્યા પણ શહેરી મતદારો કરતા વધુ છે. હાલ તો મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઇ ચુક્યો છે.

Last Updated : Oct 30, 2021, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.