ETV Bharat / city

સેલવાસમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા, મતદારોએ રેલવેની સમસ્યાને લઇ ઠાલવ્યો બળાપો - કેન્દ્રીય રેલવે પ્રધાન અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ

દાદરા નગર હવેલી (Dadra And Nagar Haveli)માં આગામી પેટા ચૂંટણી (By-Election) માટે ભાજપે પ્રચાર અભિયાન તેજ કર્યું છે. દશેરાના પાવન પર્વથી કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) ભાજપના ઉમેદવાર મહેશ ગાવીત માટે સેલવાસ પાલિકા વિસ્તારમાં ડૉર ટૂ ડૉર પ્રચાર (Door-to-door publicity) કર્યો હતો. જો કે આ ચૂંટણી પ્રચારમાં પરપ્રાંતીય મતદારોએ યુપી, બિહાર, ઉત્તરાખંડ માટે ટ્રેનની સુવિધા આપવાની અને ટિકિટના કાળા બજાર પર રોક લગાવવાની રજૂઆત કરતા દાદરા નગર હવેલી લોકસભા પેટા ચૂંટણીનો પ્રચાર રેલવે સુવિધાની માંગણીનો પ્રચાર બન્યો હતો.

સેલવાસમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

author img

By

Published : Oct 15, 2021, 8:50 PM IST

  • ચૂંટણી પ્રચાર માટે 3 દિવસ કેન્દ્રીય રેલવે પ્રધાન દાદરા નગર હવેલીમાં
  • ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવે ડૉર ટૂ ડૉર પ્રચાર કર્યો
  • મહેશ ગાવિતને મત આપી વિજયી બનાવવા અપીલ કરી, જીતનો દાવો કર્યો

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra And Nagar Haveli)માં આગામી 30 ઑક્ટોબરે લોકસભાનું મતદાન (Lok Sabha Polls) છે. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના ચૂંટણી પ્રચાર માટે 3 દિવસ કેન્દ્રીય રેલવે પ્રધાન અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) ભાજપના કાર્યકરો સાથે સેલવાસમાં ડૉર ટૂ ડૉર (Door-to-door publicity) પ્રચાર કર્યો હતો, જેમાં મતદારોએ રેલવે સુવિધા પૂરી પાડવાની અને ટિકિટના કાળા બજાર રોકવાની માંગ કરી હતી.

અશ્વિની વૈષ્ણવ 3 દિવસ માટે દાદરા નગર હવેલી આવ્યા

ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય રેલવે પ્રધાન અને ભાજપમાં ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ 3 દિવસ માટે દાદરા નગર હવેલી આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે દશેરાના પાવન પર્વે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત માટે સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ડૉર ટૂ ડૉર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર માટે સેલવાસના દયાત ફળિયામાં આવેલા અશ્વિની વૈષ્ણવે મતદારોને ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.

ભાજપની રાજનીતિ સેવા અને વિકાસની

આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, તેમને મતદારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત માટે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે. ભાજપની રાજનીતિ સેવાની અને વિકાસની રાજનીતિ છે. સેલવાસ ભાજપના મોવડીઓ, કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવાર મહેશ ગાવિતે જણાવ્યું હતું કે, ભાજપે જે વિશ્વાસ મુક્યો છે. જે જવાબદારી સોંપી છે તેમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ પેટા ચૂંટણી ખૂબ મોટા માર્જિનથી જીતશે. જ્યારે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદીની જે કલ્પના છે સૌનો સાથ સૌનો વિકાસ કરવાનો તે પરિકલ્પનાનું આ એક અંગ છે. ભાજપની રાજનીતિ સેવાની અને વિકાસની રાજનીતિ છે. તે વાત મતદારો સુધી પહોંચાડવા આ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ.

સેલવાસમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

700 રૂપિયાની ટિકિટના દલાલો 3000 રૂપિયા વસુલે છે

અશ્વિની વૈષ્ણવે સ્થાનિક સમસ્યાઓ અંગે જણાવ્યું હતું કે, અહીંના લોકલ મુદ્દાઓની રજૂઆત તેમની સમક્ષ કરવામાં આવી છે, જેમાં સંભવ હશે તે મુદ્દાઓને દિલ્હીમાં રજૂ કરી તેનું સમાધાન કરીશું. જ્યારે ચૂંટણી પ્રચારમાં પરપ્રાંતીય મતદારો માટે જાણે રેલવે વિભાગ સામેથી ઘરે આવ્યો હોય તેવા ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કરી રેલવેની સુવિધા વધારવા અને ટિકિટના કાળા બજાર પર રોક લગાવવા રજૂઆત કરી હતી. ચૂંટણી પ્રચારમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાંથી સેલવાસમાં આવીને વસેલા મતદારોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના વતન જવા માટે તેમને સપ્તાહમાં એક જ ટ્રેન વાપીથી મળે છે. તેમાં વધારો કરી સપ્તાહમાં 2 વાર વાપીમાં સ્ટોપેજ આપવામાં આવે. 700 રૂપિયાની ટિકિટના દલાલો 3000 રૂપિયા વસુલે છે તેના પર રોક લગાવવામાં આવે. જે માંગ પુરી કરવા કેન્દ્રીય રેલવે પ્રધાને આશ્વાસન આપ્યું હતું.

ચૂંટણી પ્રચાર બન્યો રેલવે સમસ્યા હલ કરવાનો પ્રચાર

ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને વિજયી બનાવવાના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સામે પરપ્રાંતીય મતદારોએ રેલવેની સુવિધાઓ વધારવા અને ટિકિટના કાળા બજારને અટકાવવાની રજૂઆત કરતા લોકસભાનો ચૂંટણી પ્રચાર રેલવે સુવિધાના ટ્રેક પર જતો રહ્યો હોય તેવું ફલિત થતું જોવા મળ્યું હતું. જો કે અશ્વિની વૈષ્ણવ ભાજપના ચૂંટણી પ્રચારમાં રેલવે સમસ્યાના નિવારણની ખાતરી આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, 30મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

આ પણ વાંચો: Dadra Nagar Haveli: લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપે મહેશ ગાંવિતને ટીકીટ આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.